કૃષિ ભાસ્કર. આણંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ ભાસ્કર. આણંદ

ચરોતરપશુપાલન માટે અગ્રેસર છે ત્યારે ઘાસચારાના વાવેતરથી નફાકારક ખેતી કરી ખેડૂતો સમૃદ્ધ બની શકે છે. અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી દ્વારા અલિન્દ્રા ગામમાં ઘાસચારા પાક જુવાર અંતર્ગત ક્ષેત્ર દિનનું આયોજન કર્યું હતું. જેમાં ગામના અગ્રણી ખેડૂતો હાજર રહ્યાં હતાં.

કાર્યક્રમમાં ડો. મહેન્દ્રસિંહ ચાંદાવતે જણાવ્યું હતું કે ‘ચરોતરમાં ઘાસચારા પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ઘાસચારા પાકોની નવીનતમ તથા વધુ ઉત્પાદન આપતી જાતો તેમજ નવિનતમ ટેકનોલોજીથી માહિતગાર થઇ ઓછે ખર્ચે ખેતીને વધુ નફાકારક બનાવી શકે તથા અગ્રહરોળ નિદર્શન અંતર્ગત પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેકનોલોજી પ્રત્યેના ખેડૂત પ્રતિભાવ મેળવીને સંલગ્ન કૃષિ વૈજ્ઞાનિકો સુધી પ્રતિભાવો રજૂ કરી શકાય. જેથી ખેડૂતો દ્વારા આપેલા પ્રતિભાવો લઇ જેતે ટેકનોલોજીને વધુ ખેડૂત ઉપયોગી બનાવી શકાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.’

કાર્યક્રમ દરમિયાન ડો. કૌશલ પ્રજાપતિએ હાજર ખેડૂતોને ઓછા ખર્ચે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાય વિશે િવસ્તૃત માહિતી પુરી પાડતાં જણાવ્યું હતું કે ‘પશુઓને વર્ષભર ઘાસચારો મળી રહે તેનું વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી છે. બાબતે તેઓએ ઘાસચારાના વિવિધ પાકો જેવા કે જુવાર, ઓટ, મકાઇ, રજકા વગેરે પાકોની નવીનતમ જાતો તથા તેની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે માિહતી આપી હતી.’

અલિન્દ્રા ગામના ચીમનભાઈ તથા હર્ષિલભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ‘ઘાસચારા પાક અંતર્ગત જુવાર પાકની જાતનો ફાલ ખૂબ સારો જોવા મળ્યો છે તથા અત્યાર સુધીમાં ત્રીજો ફાલ બેઠો છે. પશુઓને જુવારની જાતનો ઘાસચારો ખૂબ મીઠો લાગતો હોઇ વધારે ભાવે છે. તેનો બગાડો પણ નથી કરતાં. જાતના છોડની લંબાઇ વધારે હોવાથી ઘાસચારાનો ઉતારો પણ વધારે મળે છે. તેમજ પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.’

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી દ્વારા ડો. કૌશલ પ્રજાપતિના માર્ગદર્શનમાં ખરીફ-2014 દરમિયાન ઘાસચારા પાક જુવાર અન્વયે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલા જુવારની નવી જાત એસએસજી 59-3ના અગ્રહરોળ નિરદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષેત્ર િદવસના કાર્યક્રમમાં અલિન્દ્રા ગામના કુલ 34 પશુપાલક ભાઈઓ હાજર રહ્યાં હતાં.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી દ્વારા અલિન્દ્રામાં ઘાસચારા પાક જુવાર અંતર્ગત ક્ષેત્ર દિનનું આયોજન કરાયું

ઘાસચારાના વાવેતરથી નફાકારક ખેતી