• Gujarati News
  • આણંદની ઘરફોડ ટોળકી બે દિવસના રિમાન્ડ પર

આણંદની ઘરફોડ ટોળકી બે દિવસના રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવતી ટોળકીને બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર પોલીસ ગત રોજ આણંદમાં વાહનચેકિંગ દરમિયાન આણંદમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતાં આણંદમાં જૂના દાદર પાસે રહેતો તોસીફ ઊર્ફે પૈતો યાસીનબેગ મીરઝા, વાસણાના વતની અને હાલમાં અમદાવાદ અમરાઇવાડીમાં રહેતા કિરણ ઊર્ફે કાકો વેગડા અને આણંદ સામરખા ચોકડીએ જવાહરનગરમાં રહેતો આબીદ મહમંદયાકુબ ઊર્ફે બાવો કુરેશીને પકડી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં પ્લોશુન ફલેટમાં ૧૭મી મેના રોજ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. મકાન માલિક નિલેશભાઇ પટેલને બોલાવી તેઓની ફરિયાદ નોંધી હતી. આ અંગે પોલીસે ત્રણેય આરોપીને આણંદ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં ન્યાયાધીશે બે દિવસના રિમાન્ડ મંજુર કયાô હતાં.