તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હેડ કોન્સ્ટેબલ સસરાએ પુત્રવધુને ત્રાસ આપ્યો

હેડ કોન્સ્ટેબલ સસરાએ પુત્રવધુને ત્રાસ આપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદતાલુકાના હાથજ ગામની એક પરિણીતાને તેના સાસરિયાંઓએ શારીરિક માનસિક ત્રાસ આપી તેના િપયરમાંથી રૂ. 2 લાખ લઈ આવવાની માંગણી કરી હતી. સાસરિયાંઓની માંગણી સંતોષતા તેણીને બાળી મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સંદર્ભે પરિણીતાએ મહિલા પોલીસ મથકે પાંચ સાસરિયાંઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ તાલુકાના હાથજ ગામે રહેતા તનુજાબાનુ અનવરખાન પઠાણના લગ્ન માસ અગાઉ હાથજ નહેર ઉપર આવેલ સદલીપુરા વાલ્લા સ્ટેન્ડ સામે રહેતા આઝાદખાન અનવરખાન પઠાણ સાથે થયા હતા. આઝાદખાનના િપતા અનવરખાન નામદારખાન પઠાણ (ભંડેરી) ચકલાસી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેઓની બદલી ચકલાસીથી ડાકોર ખાતે થયેલ છે. લગ્નજીવન દરમિયાન તનુજાબાનુના સાસુ રસીદાબાનુ, સસરા અનવરખાન, નણંદ શબનમબાનુ નસીમખાન પઠાણ (રહે.ખડોલ) તથા સમીમબાનુ ફિરોજખાન પઠાણ (તમામ રહે. ચકલાસી પોલીસલાઈન) ભેગા મળી તનુજાબાનુને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આઝાદખાનને કોઈ મહિલા સાથે પ્રેમસબંધ હોય તનુજાબાનુને અપશબ્દો બોલી મારઝુડ કરતો હતો. બધા સાસરિયાંઓ ભેગા મળી તનુજાબાનુને કહેલ કે, તારા બાપના ઘરેથી બે લાખ રૂિપયા લઈ આવ તોજ તને રાખીશું. જો નહીં લાવે તો, બાળી જાનથી મારી નાંખીશું. તેવી ધમકી આપી હતી. ઉપરાંત તેના િપતાના ઘરેથી મોટરસાયકલ લઈ આવવાની પણ માંગણી કરી હતી. સંદર્ભે તનુજાબાનુ પઠાણે (હાલ રહે. આણંદ સરવરિયા મસ્જિદ પાસે) નડિયાદ મહિલા પોલીસ મથકે આઝાદખાન પઠાણ, રસીદાબાનુ પઠાણ, અનવરખાન પઠાણ, શબનમબાનુ પઠાણ તથા સમીમબાનુ પઠાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 498 (ક), 323, 504, 506(2), 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 3, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.