તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પવન પલટાતાં શિયાળાના એંધાણ

પવન પલટાતાં શિયાળાના એંધાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેર અને આસપાસના વિસ્તારમાં ધીમે પગલે શિયાળાની શરૂઆત થઇ રહી છે, હવામાન વિભાગમાં મંગળવારના રોજ નોંધાયેલી માહિતીમાં પવનની દિશા બદલાઇને ઉત્તર - પશ્ચિમ જોવા મળી હતી. બર્ફિલા પવનથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાં જોવા મળી રહી છે.

આણંદ શહેર અને જિલ્લાના આસપાસના વિસ્તારમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું. જોકે, નોંધનીય બાબત છે કે તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, ઉપરાંત પવનની દિશા બદલાઇ છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદમાં મંગળવારના રોજ પવનની ઝડપ 3.7 કિલોમીટર રહી હતી. જ્યારે તેની દિશા ઉત્તર - પશ્ચિમ દિશા જોવા મળી છે. પવન બર્ફિલા હોવાથી ઠંડીનું પ્રમાણ વધે છે. આગામી દિવસોમાં આણંદમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને શિયાળાની શરૂઆત જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ શહેર - જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન તાપમાન 37 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે પવન બદલાતા સાથે એક ડિગ્રી ઘટીને 36 પર પહોંચી ગયું હતું. આગામી દિવસોમાં તાપમાન હજુ પણ ઘટે તેવી શક્યતાં છે.