• Gujarati News
  • બોરસદમાં કાંસની સફાઇનો ખર્ચ પાણીમાં જશે

બોરસદમાં કાંસની સફાઇનો ખર્ચ પાણીમાં જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસા પૂર્વ વરસાદી પાણીના નિકા માટે બનાવેલા કાંસની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. બોરસદ પંથકમાં કાંસની સફાઇ બાદ કચરો કાંસની બાજુમાં જ ઠાલવવામાં આવ્યો છે. કચરો ઉઠાવી લેવામાં ન આવતા પ્રથમ વરસાદે જ ધસડાઇને કાંસમાં જવાની શકયતા રહેલી છે. જેના કારણે કાંસની સફાઇ માટે ખર્ચાનાર રૂપિયા પાણીમાં જશે તેવી લોકોમાં ભીતી સેવાઇ રહી છે. જેથી ચોમાસા અગાઉ કાંસની બાજુમાં ઠાલવેલ કચરો ઉઠાવી લેવાં માગણી ઉઠવા પામી છે.
બોરસદના કસુંબાડ, પામોલ, દહેમી પાસેથી કાંસ પસાર થાય છે. જે આગળ જઇને ખંભાતના અખાતને મળે છે. આ કાંસમાંથી ૫૦ ઉપરાંતના ગામોના વરસાદી પાણીનો નિકાલ થાય છે. બોરસદમાં સૂર્યમંદિર બાજુના પાંચનાળા સુધી કાંસમાં આવતું પાણી નગરના જનતા બજાર, ભોભા તળાવ થઇને ડભાસી ધર્મજ કાંસમાં થઇને ખંભાતના અખાતમાં નિકાલ થાય છે. વર્ષોબાદ તંત્ર દ્વારા કાંસની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સાફઇ બાદ કાંસમાંથી નીકળતો કચરો, ઝાડી-ઝાંખરા કીરચડ કાંસની બાજુમાં જ ઠાલવવામાં આવ્યા છે. જે વરસાદ થતાં જ ધસડાઇને કાંસમાં જવાની શકયતા છે. જેથી કાંસની સફાઇ માટે ખર્ચાનાર લાખો રૂપિયા પાણીમાં જવાની શકયતા રહેલી છે.
નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં
આણંદ જિલ્લામાં શહેરી વિસ્તારમાંથી પસાર થતા કાંસની સફાઇ કામગીરી જે તે નગરપાલિકાએ કરાવવાની હોય છે. પરંતુ બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કાંસની સફાઇ કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ચોમાસામાં જલારામ સોસાયટી, કોલેજ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવવાની ભીતિ સેવાઇ રહી છે. નગરમાંથી પસાર થતાં કાંસની સફાઇ માટે પાલિકાતંત્ર ઘોર નિદ્રાધીન હોવાનું ચર્ચાઇ રાું છે.
કાંસનું સફાઇકામ પણ જરૂરી છે
ડાકોરથી બોરસદના કસુંબાડ, દહેમી, પામોલ, સીંગલાવ, નામણ સુધીનો કાંસ ૨૫ થી ૩૦ ફૂટ પહોળો અને ૧૫ થી ૨૦ ફૂટ ઊડો છે, પરંતુ તે કાંસ બોરસદના સૂર્યમંદિર પાસે નાળામાં થઇ જનતા બજાર વિસ્તારના બોકસ કાંસ બનાવેલો છે. જે ૧૦ ફૂટ ઊડો અને ૧૦ ફૂટ પહોળો છે. છેલ્લા ઘણા વર્ષોથી બોકસ કાંસની સફાઇ ન કરવામાં આવી હોવાથી બ્લોક થઇ ગયો છે. માત્ર ચારથી પાંચ ફૂટની જગ્યામાંથી પાણીનો નિકાલ થઇ શકે છે. કાંસમાં આગળથી આવતાં પાણીનો પ્રવાહ અહીં અટકે નહીં તે માટે બોકસ કાંસની સફાઇ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં ઠેર ઠેર કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે. પરંતુ સફાઈ બાદ માટી