સીધી વાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોન્સૂનટાણે પાલિકાની આવી જાહેરાત કેટલી યોગ્ય?
સાવધાન! મોન્સૂનટાણે પાલિકાનો અસુવિધાનો પ્રી-મોન્સૂન પ્લાન
પાણીની લાઈન માટે તકેદારી જરૂરી
રોડ તોડશે તો ખર્ચ માથે પડશે
ચોમાસા ટાણે ગટરની કામગીરી
પાલિકાએ એજન્સીને તાકીદ કરવી જોઈએ
આણંદ અને બાકરોલ વિસ્તારમાં ગટરલાઇનની સુવિધા મેળવવા શહેરીજનોને એક નહીં અનેક અગવડો વેઠવી પડશે. આવું ઓફિશિયલી આણંદની નગરપાલિકાએ કાું છે. દૂધનગરીની પાલિકાએ પ્રજાજોગ એવી જાહેરાત કરી છે કે, આ કામગીરી દરમિયાન ફોનના કેબલ, પાણીની પાઇપલાઇન, ખાળકૂવા ડેમેજ થઈ શકે તેવી શકયતા છે. આ ઉપરાંત મોન્સૂન માથા પર છે ત્યારે પાલિકા કહે છે કે, જોજો સંભાળજો ભૂવા પડે તેવી પણ શકયતા રહેલી છે! લો બોલો?
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર દ્વારા આણંદ શહેર અને બાકરોલની ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આણંદ શહેરમાં ૬૦ ટકા ઉપરાંત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધાનો અભાવ છે. શહેરના ગ્રામતળ વિસ્તારમાં જ ગટરની સુવિધા ઉપલબ્ધ છે, જેથી શહેરમાં અન્ય ટીપી વિસ્તારમાં હાલમાં ગટરલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે, પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ થતાં કાચા અને પાકા રોડ તોડવાના થાય છે, જેનાં કારણે પાણીની લાઇન, ખાળકૂવાની લાઇન, ટેલિફોનના કેબલ તૂટવાની શકયતા છે. ગટરલાઇન નખાયા બાદ માટી બેસવાની પણ શકયતા છે. આ કામગીરી આણંદ શહેર માટે ખૂબ જ અનિવાર્ય હોવાથી કામગીરી દરમિયાન રહીશોને તેમનાં સાધનો નડતરરૂપ ન બને તે મુજબ પાર્ક કરવા, તેમજ ખાળકૂવા રોડ પર હોય તો પોતાની જમીનમાં કરાવી લેવા જણાવાયું છે. સમગ્ર વિસ્તારની ગટરલાઇન તથા હાઉસ કનેક્શનની કામગીરી પૂર્ણ થયાં બાદ સરકાર દ્વારા નિયુકત એજન્સી દ્વારા રોડ રિપેરીંગની કામગીરી કરવામાં આવશે.
અલબત્ત, પાલિકાતંત્ર ધારે તો સરકારની એજન્સી સાથે સંકલન રાખી એક સુવિધા માટે ઊભી થનારી અનેક અસુવિધામાંથી આણંદગરાંને બચાવી શકે તેમ છે. જોકે, અહીં તો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની ઉદાસીનતાના કારણે શહેરીજનોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. ચોમાસાટાણે ગટરલાઇન માટે થનારું ખોદકામ જોખમકારક પણ નીવડી શકે તેમ છે. પાલિકાતંત્ર શહેરીજનોને તકલીફ ન પડે તે રીતે કામગીરી કરવા એજન્સીને તાકીદ કરી શકે છે. આણંદ અને બાકરોલના રહીશોને ગટરલાઇનની સુવિધા મેળવતાં પહેલાં ઊભી થનારી અનેક મુ