• Gujarati News
  • ના જયઘોષ સાથે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન

ના જયઘોષ સાથે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ના જયઘોષ સાથે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન
આણંદ શહેેર સહિત જિલ્લામાં વિધ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાનું સોમવારે સતત વરસતાં વરસાદમાં ઉત્સાહ અને ઉમંગભેર ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો ના નાદથી ગુંજી ઊઠયાં હતા. ડી.જે.માં ગણપતિ બાપ્પાના ગીતોની સાથે તાલ મિલાવીને લોકો ઝૂમી ઊઠયાં હતા.સોમવારે સતત વરસી રહેલા વરસાદમાં ભીંજાઇને લોકો ઉત્સાહ અને ઉમંગભેર વિસર્જનયાત્રામાં જોડાયા હતા. જિલ્લામાં વિધ્નહર્તા દેવનું વિસર્જન વિના વિધ્ને સંપન્ન થયું હતું. આણંદ શહેર સહિત બોરસદ, ખંભાત, પેટલાદ સહિતના ગામે ગામ ગણપતિ દાદાને ભારે હૈયે વિદાયમાન કરવામાં આવ્યાં હતાં. નડિયાદ શહેર ઉપરાંત ઠાસરા, માતર, ખેડા, ડાકોર વગેરે સ્થળે પણ દસ દિવસ સુધી આતિથ્ય માણનાર વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ વાહનો સાથે ડીજે અને બેન્ડવાજા, ઢોલ-નગરાના તાલે ગણેશ ભકતો ઝુમી ઉઠયાં હતાં. યુવતીઓ અને યુવાનોએ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. અબિલ ગુલાલની છોળો વરચે ચરોતરના માર્ગો , ના નાદથી ગૂંજી ઉઠયાં હતાં. મોડી સાંજે ગામના તળાવ, નદી અને નહેરોમાં દાદાની મૂર્તિઓને વિસર્જિત કરાઇ હતી.