• Gujarati News
  • તારાપુરમાં ચાર શખસે યુવકને મારમારી લૂંટ્યો

તારાપુરમાં ચાર શખસે યુવકને મારમારી લૂંટ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારાપુરતાલુકાના કસ્બારા ગામમાં ચૂંટણીની અદાવત વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, બે દિવસ પહેલાં ગામના શખસે કાર ચડાવી યુવકને કચડી નાખવા કોશિશ કરી હતી. બાદમાં તેનાં લમણે રિવોલ્વર મુકી ધમકી આપી હતી. જોકે, મોડી સાંજે યુવકના ચાર સાથીદારોએ વળતો પ્રહાર કરતાં કારચાલક શખસના પુત્રને રોકી તેને લૂંટી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, તારાપુર તાલુકાના કસ્બારા ગામે છેલ્લા કેટલાક સમયથી સરપંચની ચૂંટણીની અદાવત ચાલી રહી છે. અદાવતમાં જશવંતસિંહ ઘનશ્યામસિંહ પરમારે 24મી નવેમ્બરના રોજ વિરાભાઈ હનુભાઈ ભરવાડ પર કાર નાખી કચડી નાખવા કોશિશ કરી હતી અને બાદમાં રિવોલ્વર લમણે મુકી ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મામલે વિરાભાઈના ભાઈ લક્ષ્મણભાઈ હનુભાઈ ભરવાડ, વિક્રમભાઈ ગોવિંદભાઈ ભરવાડ, હાજાભાઈ ભલાભાઈ ભરવાડ, નગાભાઈ કચરાભાઈ ભરવાડ (રહે. તમામ કસ્બારા)એ 25મી નવેમ્બરની સાંજે જશવંતસિંહના પુત્ર શક્તિસિંહને લૂંટી લીધો હતો.

શક્તિસિંહ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘વિરાભાઈ સાથે થયેલાં અકસ્માતની અદાવતમાં લક્ષ્મણ, વિક્રમ, હાજા અને નગાભાઈએ 25મી નવેમ્બરની સાંજે ગામની સીમમાં એપ્રોચ રોડ પર આવેલી બાપા સીતારામ મઢુલીવાળા વળાંક પર રોક્યો હતો. બાદમાં શક્તિસિંહને મારમારી પેટ્રોલ પંપના વકરાના રોકડા રૂા.18,000, ગળામાં પહેરેલા સોનાનો દોરો કિંતમ રૂ.10,000 મળી કુલ રૂ.28,000ની મત્તાની લૂંટ ચલાવી ભાગી ગયાં હતાં.’ અંગે તારાપુર પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.