• Gujarati News
  • 1લી જૂનના રોજ ફ્રી ડાયાબિટીસ ચેકિંગ કેમ્પ યોજાશે

1લી જૂનના રોજ ફ્રી ડાયાબિટીસ ચેકિંગ કેમ્પ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિખોદરાખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ડેરી એક્સ્પો દરમિયાન પહેલી જૂનથી ડાયાબિટિસ ડે સંદર્ભે મેડિકલ ટેસ્ટ કરવાની જાહેરાત મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી.

રાજ્યમાં આગામી 1લી જૂનના રોજ પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જન આરોગ્યની સુખાકારી માટે વિનામૂલ્યે ડાયાબિટીસ રોગની ચકાસણી માટે કેમ્પ યોજવાની મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જાહેરાત કરી હતી. રાજ્યમાં હોઠ, નાક અને કાનની ખામી સાથે જન્મેલા બાળકોના ઓપરેશન કરાવવા માટે ખાનગી હોસ્પિટલો સાથે રાજ્ય સરકારે સમજૂતિ કરાર કર્યાં છે. જેનો મહત્તમ લાભ લેવા તેમણે મહિલાઓને અનુરોધ કર્યો હતો.