• Gujarati News
  • ચરોતર ગેસ મંડળીએ ગ્રાહકો પર ~4નો વધારો ઝિંક્યો

ચરોતર ગેસ મંડળીએ ગ્રાહકો પર ~4નો વધારો ઝિંક્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચરોતરગેસ સહકારી મંડળી લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક (ઘન મીટર) રૂ.4.02નો વધારો ઝિંક્યો છે. નવાં ભાવ 1લી નવેમ્બરથી અમલમાં મુકવામાં આવ્યાં છે. ગ્રાહકોને ગેસના પ્રતિ ક્યુબિક મીટર રૂ.21.59ના બદલે હવેથી રૂ.25.61 ચૂકવવા પડશે. ગેસના ભાવ વધારાંની સીધી અસર 20,000 ગૃહિણીઓના બજેટ પર થશે અને ભાવ વધારાથી બજેટ ખોરવાશે.

ચરોતર ગેસ સહકારી મંડળી લિિમટેડના સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગેસમાં ભાવ વધારો 1લી નવેમ્બરથી અમલમાં મુકવામાં આવ્યો છે. ભાવ વધારો અદાણી ગેસ, સાબરમતી ગેસ, જીએસપીસી તથા ચરોતર ગેસ સહકારી મંડળીને પણ લાગુ પડે છે. ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા 1લી નવેમ્બરથી નવાં ભાવ પ્રમાણે ગેસનું બિલ ગ્રાહકોને આપવામાં આવશે. ચરોતર ગેસનો ભાવ પ્રતિ ક્યુબિક મીટર રૂ.21.59 હતો, તેમાં રૂ.4.02નો વધારો કરવામાં આવતાં હવે રૂ.25.61 પ્રમાણે બિલ આપવામાં આવશે. જેની ચરોતર ગેસ સહકારી મંડળી લિિમટેડના 20,000 ડોમેસ્ટિક કનેક્શન ધરાવતાં ગ્રાહકોને અસર પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં દિવસે દિવસે પીએનજીની માગ વધી રહી છે, ખાસ કરીને વિકસતા આણંદ શહેર સાથે અહીં આવી વસતા કુટુંબ માટે તે જરૂરી બન્યું છે. પરંતુ પીએનજી ગેસમાં ધરખમ વધારો કરવામાં આવતા શહેરમાં વસતાં 20 હજારથી વધુ પરિવારનાં બજેટને તેની ઘેરી અસર પહોંચશે અને બજેટ ખોરવાશે.

ગેસના ભાવમાં રૂ.2થી 5નો તફાવત

ચરોતરગેસ સહકારી મંડળી એશિયાની એકમાત્ર ગેસનું વિતરણ કરતી સહકારી મંડળી છે. મંડળી દ્વારા નહિંવત નફો લઇને ગૃહિણીઓને ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેથી અદાણી, સાબરમતી અને જીએસપીસીની સરખામણીમાં ચરોતર ગેસના ભાવ રૂ.2થી 5 ઓછા લેવામાં આવે છે. > િકરણભાઈપટેલ, ચેરમેન,ચરોતર ગેસ સહકારી મંડળી લિ.

જાન્યુઆરીમાં રૂ.43માંથી સીધા 18 કરાયાં હતાં

ચરોતરગેસસહકારી મંડળી લિ.ના ચેરમેન કિરણભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘ચરોતર ગેસ સહકારી મંડળીના 20,000 ડોમેસ્ટિક અને 1000 કમર્શિયલ મળીને કુલ 21,000 કનેક્શન છે. ડોમેસ્ટિક કનેક્શનમાં વર્ષ 2014ના જાન્યુઆરી મહિનામાં ગેસના ભાવ પ્રતિ ક્યુબિક રૂ.43 હતા, તેમાં ઘટાડો કરીને રૂ.18.14 કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ગૃહિણીઓ માટે ગેસનો સ્પેશિયલ ક્વોટા ફાળવવામાં આવતાં ભાવ ઘટ્યાં હતાં.’