• Gujarati News
  • વાસદનજીક આવેલા ફજલપુર ગામે 22મી અને 23મી નવેમ્બરના રોજ

વાસદનજીક આવેલા ફજલપુર ગામે 22મી અને 23મી નવેમ્બરના રોજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાસદનજીક આવેલા ફજલપુર ગામે 22મી અને 23મી નવેમ્બરના રોજ કરોળિયા પરનો બે દિવસીય વર્કશોપ યોજાશે. રાજ્યના પ્રથમ એવા વર્કશોપમાં ગુજરાત ઉપરાંત બેંગ્લોર, પોંડિચરી, મુંબઈ, દિલ્હીથી લોકો ભાગ લેશે.

વિદ્યાનગર નેચર કલબના ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘દેશમાં કરોળિયા અનેક પ્રકારના થાય છે, તેનું સંશોધન બહું છું થયું છે. સંશોધન આધારે પ્રસિદ્ધ કરાયેલાં પુસ્તકોમાં પણ ફોટોગ્રાફ્સનો અભાવ જોવા મળે છે. વિદ્યાનગરના નેચર કલબ દ્વારા તાજેતરમાં 350 જેટલી કરોળિયાની પ્રજાતિ પર રિસર્ચ કરી ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યાં છે. આથી, લોકોમાં રસ જાગે તે માટે ખાસ બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપમાં બેંગ્લોર, પોંડિચરી, પૂણે, બોમ્બે, દિલ્હીથી લોકો ભાગ લેશે. રાજ્યમાં કરળિયા પર આવો અગાઉ ક્યારેય વર્કશોપ યોજાયો નથી. વર્કશોપ 22 અને 23મી નવેમ્બર વાસદ નજીક આવેલા ફજલપુર ખાતે યોજાશે. વર્કશોપ દરમિયાન નજીકમાં આવેલી કોતરોની મુલાકાત લેશે.

કરોળિયા પર વર્કશોપ યોજાશે