• Gujarati News
  • કોમર્સ કોલેજ, આણંદનું ગૌરવ

કોમર્સ કોલેજ, આણંદનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી.પી.પટેલ એન્ડ એફ. એચ. શાહ કોમર્સ કોલેજનું ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત સમાજસેવા કરતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાર્ષિક દિવસે રાજ્યના ઉચ્ચકક્ષાની સમાજ સેવા પ્રદાન કરતી વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલ ડો. ઓ.પી.કોહલીના હસ્તે સન્માન કરીને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. કોલેજનાં દર વર્ષે એન.એસ.એસના યુનીટ દ્વારા સૌથી વધુ રકતદાન તેમજ થેલેસેમિયાનું સ્કિનિંગ કરવામાં આવે છે તેની ફલશ્રુતિ રૂપે પ્રિન્સિીપાલ ડો. આર. ડી. મોદી અને પ્રોગ્રામ ઓફિસર પ્રા. વર્ષાબેન કે. ટંડેલનું સન્માન કરવામાં આવ્યું છે. આણંદ-િવદ્યાનગરની કોલેજને મહેંદી નવાઝ જંગ હોલ, અમદાવાદ ખાતે તા. 13 નેમ્બરના રોજ સન્માન પ્રાપ્ત થતાં મેનેજીંગ ટ્રસ્ટી અને સેક્રેટરી શ્રી ભીખુભાઇ એન. પટેલે આનંદ વ્યકત કર્યો હતો.