તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચતાં અકળામણ

મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચતાં અકળામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનીવિદાય બાદ સતત વધતાં મહત્તમ તાપમાનથી થતી અસહ્ય ગરમીને કારણે આસો મહિનો આકરો બની રહ્યો છે. દિવસના અસહ્ય ગરમી અને રાત્રિના ઠંડા વાતાવરણથી શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસ વધી રહ્યા છે. હજી 15મી ઓક્ટોબર સુધી તાપમાનનો પારો ઊંચો રહેતાં ગરમીમાં શેકાવું પડશે.

આણંદ જિલ્લામાં ચાલુ સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીની આસપાસ રહેતાં દિવસના અંગ દઝાડતી ગરમી અનુભવાઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં અસહ્ય ઉકળાટથી પરસેવે રેબઝેબ થઇ જતાં લોકેા અકળાઇ ઉઠ્યા હતા. સવારથી સૂર્યદેવના તેજ કિરણોથી ગરમીનો પ્રકોપ અસહ્ય બની રહ્યો હતો. ઉનાળા કરતાં પણ આકરી ગરમી થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

મોડી રાત્રિના વાતાવરણમાં થોડી ઠંડક થતાં લોકો રાહત અનુભવે છે. ભારત મોસમ વિવજ્ઞાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં તાપમાનનો પારો ઉંચો રહેવાની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 37 થી 39 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 22 થી 24 ડિગ્રી વચ્ચે રહેશે. ભેજનું પ્રમાણ 75 ટકાની આસપાસ રહેશે.