• Gujarati News
  • બોગસ માર્કશીટ આધારે અનેક લોકો વિદેશ પહોંચી ગયાં

બોગસ માર્કશીટ આધારે અનેક લોકો વિદેશ પહોંચી ગયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાંથી બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. આણંદના બે ઇસમ બોગસ માર્કશીટ બનાવી વેચાણ કરતાં હોવાની બાતમી આધારે આણંદ શહેર પોલીસે ગુરુવારે મોડી રાત્રે એક ઇસમને બોગસ માર્કશીટ સાથે ઝડપી લીધો હતો. જોકે, બોગસ માર્કશીટ આધારે કેટલાક િવદેશ પહોંચી ગયાં હોવાની શંકાને લઇને પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર જૈન સોસાયટીમાં રહેતો ભૌિમકકુમાર પ્રફુલ્લભાઇ પારેખ બોગસ માર્કશીટ બનાવી તેનું વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી શહેર પોલીસને મળી હતી. બાતમી અાધારે પોલીસે તેની ચુપકીદીથી તપાસ શરૂ કરી હતી, જેમાં ભૌિમક અને તેનો સાગરીત અાણંદનો િચરાગ સુધીરભાઇ પટેલ બંને જણાં ભેગા થઇ બોગસ માર્કશીટ બનાવતાં હોવાની પાકી માિહતી મળી હતી. બંને ઇસમને પડકવા માટે પોલીસે ડમી ઉમેદવાર ઉભો કરી સોદો નક્કી કર્યો હતો. બોગસ માર્કશીટની ડીલીવરી કરવા માટે ભૌિમકકુમાર પ્રફુલ્લભાઇ પારેખે ડમી ઉમેદવારને ગુરુવારે મોડી રાત્રે આણંદમાં શાસ્ત્રીબાગના મેઇન ગેટ પાસે બોલાવ્યો હતો. રાિત્રના સવા દસ વાગ્યે નક્કી થયાં મુજબ ડમી ઉમેદવાર શાસ્ત્રીબાગે ગયો હતો, જ્યાં આવેલા ભૌિમકે તેને બોગસ માર્કશીટ આપી હતી. ડીલીવરી થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી.તોમર અને સ્ટાફના ઇશ્વરભાઇ, િદગ્વીજયસિંહ વગેરેએ ભૌિમકને ઝડપી લીધો હતો. તેની પાસેથી બોગસ માર્કશીટ અને સ્કૂલ બેગ કબજે લીધી હતી. સ્કૂલ બેગમાંથી ગુજરાત માધ્યમિક અન ઉ.માધ્યમિક િશક્ષણ બોર્ડ ગાંધીનગરની બે ડુપ્લીકેટ માર્કશીટ ઉપરાંત ભૌિમકના પત્નીના નામની લોગો કાપી નાખેલી બે અસલ માર્કશીટ, આઇડીબીઅાઇ અને બેંકના ચાર વીઝા કાર્ડ, પેન ડ્રાઇવ, મોબાઇલ ફોન વગેરે મળી આવ્યું હતું.બનાવટી માર્કશીટ બાબતે પુછપરછ કરતાં તે િચરાગ સુધીર પટેલે બનાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઉક્ત તમામ ચીજવસ્તુઓ સાથે હીરોહોન્ડા બાઇક મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબજે લઇ િચરાગ અને ભૌમિક સામે ગુનો નોંધ્યો હતો.,

નકલી ગ્રાહક ઉભો કરાયો

બોગસમાર્કશીટકૌભાંડ ઝડપી પાડવા માટે શહેર પોલીસે નકલી ગ્રાહકને ઉભો કરી આરોપી પાસે નકલી માર્કશીટનો સોદો કરાવ્યો. આરોપી માર્કશીટ આપવા આવતાં તેને ઝડપી લીધો હતો.

સીપીયુ કબજે લેવાયું

આણંદશહેરપોલીસે ભૌિમકે કેટલી માર્કશીટો બનાવી તે જાણવા માટે તેનાં ઘરેથી સીપીયુ કબજે લીધું હતું. સીપીયુમાં તપાસ કરવામાં આવી હતી જોકે, તેમાં કોઇ માિહતી મળી નહોતી.

જાણીતી કંપનીનો કર્