• Gujarati News
  • અંતિમ રાઉન્ડમાં મેઘની ધમાધમ આણંદ બોરસદમાં ૪ ઇંચ વરસાદ

અંતિમ રાઉન્ડમાં મેઘની ધમાધમ આણંદ-બોરસદમાં ૪ ઇંચ વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાના અંતિમ તબક્કામાં મેઘરાજા મન મૂકીને વરસી રાા છે. ત્રણ દિવસના બ્રેક બાદ સોમવારે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત ચાલુ રાો હતો. ચોવીસ કલાકમાં બોરસદમાં સાડા ચાર ઇંચ, આણંદમાં ચાર ઇંચ, પેટલાદ અને સોજિત્રામા સાડા ત્રણ ઇંચ, તારાપુરમાં ત્રણ ઇંચ, ઉમરેઠ અને આંકલાવમાં પોણા ત્રણ ઇંચ અને ખંભાતમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાં છવાયેલા કાળાડિંબાગ ઘનઘોર વરચે અવિરત ચાલુ રહેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ જવા સાથે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આગામી ત્રણ દિવસ સતત મેઘમહેર જારી રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો હતો. ૮ વાગ્યા બાદ વરસાદનું જોર વઘ્યું હતું. પવન ફુંકાવા સાથે ભારે વરસાદ ખાબકયો હતો. સવારથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી અવિરતપણ ચાલુ રાો હતો. ભારે વરસાદના પગલે સમગ્ર જનજીવન ઠપ થઇ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં હતાં.
આણંદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ
જિલ્લા ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ સોમવારે સાંજના ૪ વાગ્યે ૧૦૬ મિમી, ઉમરેઠમાં ૪૪ મિમી, બોરસદમાં ૧૧૪ મિમી, આંકલાવમાં ૪૪ મિમી, પેટલાદમાં ૮૯ મિમી, સોજિત્રામાં ૯૦ મિમી, ખંભાતમાં ૩૦ મિમી અને તારાપુરમાં ૭૦ મિમી વરસાદ નોંધાયો હતો.