• Gujarati News
  • ખંભાતમાં ગૌવંશ કતલનું કૌભાંડ

ખંભાતમાં ગૌવંશ કતલનું કૌભાંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતશહેરમાં રવિવારે બે સ્થળે કેટલાક ઇસમો દ્વારા કતલ કરવા માટે લવાયેલા ત્રીસ પશુઓને બચાવી લઇ ખંભાત શહેર પોલીસે પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં.

આણંદ િજલ્લામાં અનેક િવસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યાં છે. તેમાંય ઉમરેઠ તાલુકાના ભાલેજ અને ખંભાત િવસ્તાર મુખ્ય ગણાય છે. દરમિયાન ખંભાત શહેરમાં પીરજપુર કસાઇ મહોલ્લ્ો ગુલામ કુરેશી ખાટકીના ઘરની બાજનુમાં તેમજ મીરા સૈયદઅલી દરગાહની પાછળ અળસિયાની ફેકટરીબાજુમાં ખૂલ્લામાં પીરજપુર કસાઇવાડામાં રહેતા ગુલામ કુરેશી, યુનુસભાઇ કુરેશી, ખુરશીદભાઇ સાદીકભાઇ કુરેશી, મજીદભાઇ કુરેશી, મોહસીનભાઇ યુસુફભાઇ કુરેશી, સૌકતભાઇ ઇકબાલભાઇ કુરેશી, ફૈઝમોહમંદ અબ્દુલકરીમ કુરેશી, ઉસ્માનભાઇ કાદરભાઇ કુરેશી, ઇદ્રીશભાઇ ગુલામહુસેન કુરેશી, સલીમભાઇ યુનુસભાઇ કુરેશી દ્વારા કતલ કરવા માટે વાછરડા અને બળદોને લાવવામાં આવ્યાં છે, અને બળદો કસાઇવાડામાં અને ચોરઘુમટી ખૂલ્લા િવસ્તારમાં બાંધેલા હોઇ અને કતલ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માિહતી ખંભાત શહેર પોલીસને મળી હતી. બાતમી આધારે પીઆઇ ડી.અેચ.ભટ્ટ અને સ્ટાફના માણસોએ બે અલગ અલગ ટીમો બનાવી હતી. રવિવારે બપોરે કસાઇવાડામાં અને સૈયદઅલી દરગાહની પાછળ ચોર ધુમટી િવસ્તારમાં દોરાડા પાડવામાં આવ્યાં હતાં. પોલીસે બંને સ્થળે છાપો મારી ઉક્ત ઇસમોને ઝડપી લીધાં હતાં. સાથે સાથે બંને સ્થળેથી કુલ 30 પશુઓને કબજો લીધો હતો. અંગે ખંભાત શહેર પોલીસે ઉક્ત તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તમામ પશુઓને ખંભાત પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં.