• Gujarati News
  • િજલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

િજલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક શનિવારના રોજ યોજાઈ હતી. બેઠકમાં પડતર અરજીઓનો નિકાલ, બાકી રહેલા તુમાર, સરકારી લ્હેણાની વસુલાત અંગે સમીક્ષા કરી જિલ્લાની વિવિધ કચેરીઓએ પરસ્પર સંકલ્નથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જનતાના જે કોઇ પ્રશ્નોની રજૂઆત કરે તે પ્રશ્નો ઝડપથી નિકાલ થાય તે જોવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્યો ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી સુનિલ પટેલ, જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, અધિક નિવાસી કલેક્ટર આર.જી. ગોહિલ િવગેરે હાજર રહ્યાં હતાં.