• Gujarati News
  • બાટલીપુરામાં દીકરાનો જનેતા ઉપર હુમલો

બાટલીપુરામાં દીકરાનો જનેતા ઉપર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ| ઉમરેઠતાલુકાના સરદારપુરા તાબે આવેલા બાટલીપુરામાં એક પ્રસંગમાં ‘તારા પિયરિયા કેમ આવ્યાં નથી’તેમ કહી દીકરાએ હુમલો કરી જનેતાને કુહાડી મારી હોવાની ફરિયાદ ભાલેજ પોલીસ મથકે નોંધાઇ છે. ભાલેજ પોલીસના જણાવ્યાં મુજબ ઉમરેઠ તાલુકાના સરદારપુરા તાબેના બાટલીપુરામાં રહેતાં સ્ટેનીલ સ્મીતેશભાઇ માર્ટીનભાઇ િખ્રસ્તીએ મંગળવારે બપોરના સમયે પોતાની માતા ફોસેન્સબહેનને ‘તારા િપયરના માણસો કેમ આવ્યાં નથી.’ તેમ કહી ઝઘડો કરી અપશબ્દો બોલી ખભા ઉપર કુહાડી મારી ફેકચર કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.