• Gujarati News
  • આણંદના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નરેશ રબારીની ડાંગ હેડ ક્વાટર્સમાં બદલી

આણંદના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નરેશ રબારીની ડાંગ હેડ ક્વાટર્સમાં બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડોનાિક્રકેટ સટ્ટાકાંડમાં બુકીઓ સાથે સાંઠગાંઠ ધરાવવા બદલ સસ્પેન્ડ થયેલા આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી ડાંગ આહવા હેડ ક્વાટર્સમાં હાજર થવા આદેશ કરાયો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ વડોદરાના સિંકદરપુરા ખાતે િક્રકેટ સટ્ટાબેિટંગ ઝડપાયું હતું. ઇડીએ કરેલી રેઇડ દરમિયાન ઝડપાયેલા બુકીઓએ પોતાના િનવેદનમાં વડોદરા, આણંદ અને ગાંધીનગરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી સટ્ટા બેિટંગ ચલાવતાં હોવાનું િનવેદન આપ્યું હતું. જેમાં ફેબ્રુઆરી, 2014થી ડિસેમ્બર,2014ના સમયગાળા દરમિયાન આણંદમાં રાજચંદ્ર બંગલામાં િક્રકેટ સટ્ટા બેિટંગ માટે બેસવાની લાખો રૂપિયાનો હપ્તો લઇ વ્યવસ્થા કરી આપનાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ નરેશ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરાયેલા નરેશ રબારીને તાત્કાિલક અસરથી સસ્પેન્ડ કરી તેઓની બદલી ડાંગ-આહવા હેડ ક્વાટર્સ ખાતે કરી દેતાં આણંદ િજલ્લા પોલીસ બેડામાં ચકચાર જાગી છે. બીજી બાજુ િજલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે આણંદમાં 11 માસ સુધી ચાલેલા િક્રકેટ સટ્ટા બેિટંગ બાબતે તપાસનો દોર શરૂ કરતાં સ્થાનિક અધિકારીઓ અને પોલીસ કર્મારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.