• Gujarati News
  • ડેમોલની સગીરાંનું અપહરણ કરી જાિતય અત્યાચાર ગુજારાયો

ડેમોલની સગીરાંનું અપહરણ કરી જાિતય અત્યાચાર ગુજારાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકાના ડેમોલ ખાતે એક ઇસમ ગામની સગીરાંને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેની ઉપર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. બનાવ સંદર્ભે સગીરાના વાલીની ફરિયાદના આધારે મહેળાવ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યાં મુજબ પેટલાદ તાલુકાના ડેમોલ ખાતે ઇન્દિરાનગરીમાં રહેતો રાકેશ અરવિંદભાઇ ચાૈહાણ ગત 25મી માર્ચના રોજ ગામની એક સગીરાંને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. ઇસમે સગીરાંને જુદા જુદા સ્થળોએ લઇ જઇ તેની ઉપર જાતિય અત્યાર ગુજાર્યો હતો. બાદમાં સગીરાંને તેના ઘરે મુકી આવ્યો હતો. અંગે સગીરાંએ પોતાના વાલીને જાણ કરી હતી. જે અાધારે વાલીએ મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાકેશભાઇ અરવિંદભાઇ ચાૈહાણ સામે અપહરણ અને જાતિય અત્યાચારનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.