• Gujarati News
  • પાંચ કરોડ ટન દૂધ ઉત્પાદન વધારવું પડશે: 2021માં માગ 33 કરોડ ટન થશે!

પાંચ કરોડ ટન દૂધ ઉત્પાદન વધારવું પડશે: 2021માં માગ 33 કરોડ ટન થશે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એશિયાઅને પેસિફિક ક્ષેત્રના નિષ્ણાંતો અને નીતિ ઘડનાર સમુદાયની દેશના મિલ્ક કેપિટલ આણંદમાં 23થી 26 માર્ચ, 2015 દરમિયાન એશિયામાં ડેરી વિકાસ અંગે વ્યૂહાત્મક માળખું અપનાવવા અને તે અંગેની ચર્ચા કરવા માટે બેઠક મળી હતી. બેઠકનો ઉદ્દેશ નાના પશુપાલકો માટે રોજગારીને ગતિશીલતા આપવાનો છે. પ્રાદેશિક બેઠકનું સહઆયોજન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ), એનિમલ પ્રોડકશન એન્ડ હેલ્થ કમિશન ફોર એશિયા (એપીએચસીએ) અને ગ્લોબલ એજન્ડા ફોર સસ્ટેનેબલ લાઇવસ્ટોકના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. બેઠકમાં અફઘાનિસ્તાન, બાંગલાદેશ, ભૂતાન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયેતનામના સિનિયર અધિકારીઓએ હાજરી આપી હતી.

એનડીડીબીના ચેરમેન ટી.નંદકુમારે જણાવ્યું હતું કે ‘આણંદ નાના અને સિમાંત ખેડૂતો દ્વારા સફળ પર્યાવરણલક્ષી ડેરી વિકાસ માટે દુનિયાભરમાં ખૂબ જાણીતું છે. ડેરી બોર્ડ ઓફ ઇન્ડિયાએ 50 વર્ષ પૂર્ણ કર્યા છે અને ડેરી ઉદ્યોગના નાના પશુપાલકોને નવતર પ્રકારે સહયોગ આપવા માટે કટિબદ્ધ છે.’

તાજેતરમાં બહાર પાડેલા ઓઈસીડી-એફએઓ એગ્રિકલ્ચર આઉટલૂક મુજબ ક્ષેત્રમાં વર્ષ 2021 સુધીમાં દૂધ અને દૂધની પેદાશોની માગ લગભગ 32 કરોડ ટન સુધી પહોંચશે. આનો અર્થ થયો કે દાયકામાં દૂધની ઉપલબ્ધિમાં પાંચ કરોડ ટનનો વધારો કરવો પડે તેમ છે. એનડીડીબીના ચેરમેનના જણાવ્યાં મુજબ, આર્થિક વિકાસ, ખાનપાનની બદલાતી પદ્ધતિઓ અને એશિયામાં શહેરીકરણને કારણે માગના આંકડાઓમાં ફેરફારની જરૂર છે.

એફએઓના ડેપ્યુટી રિજિઓનલ રિપ્રેઝન્ટેટિવ, બેંગકોક, થાઇલેન્ડ, વિલીફૂઆવાઓએ કહ્યું હતું કે‘ ક્ષેત્રમાં 60 ટકા લોકો કુપોષણ ધરાવે છે અને વર્ગની પોષણ સુરક્ષા માટે સામુહિક તથા નિર્ણાયક કામગીરીની જરૂર છે, જેથી એશિયાના નાના પશુપાલકોનો વિકાસ સાધી શકાય.’

ભારત સરકારના પશુપાલન કમિશનર ડો.સુરેશ હોન્નાપાગોલે એવું અવલોકન કર્યું હતું કે, ભારતમાં આર્થિક વિકાસનો સૌથી વધુ દર જોવા મળ્યો છે, જેમાં 73 ટકા વસતિ યુવા વયજૂથની છે. નાના પશુપાલકો દ્વારા અંદાજે દૂધનો 80 ટકા પૂરવઠો પૂરો પાડવામાં આવે છે અને દૂધનું દૈનિક ઉત્પાદન સરેરાશ 4 લિટર જેટલું છે. ખેતીના કચરાં (રેસિડ્યુ)નો દૂધ ઉત્પાદન માટે ઉપયોગ કરીને પાકની નિષ્ફળતા સામેની તંત્ર વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે.

ગરીબલક્ષી પશુપાલક નીતિનો સમાવેશ

એફએઓરિજીયોનલઓફિસ ફોર એશિયા એન્ડ પેસિફિક, બેંગકોક, થાઈલેન્ડનાં લાઇવસ્ટોક પોલિસી ઓફિસર ડો.વિનોદ આહુજાએ જણાવ્યું હતું કે ‘2003માં એફએઓ અને એનડીડીબીની પહેલ દ્વારા ગરીબલક્ષી પશુપાલન નીતિ ઘડવાની પહેલ ભારતમાં કરાઈ હતી. પાછળથી એમાં સાઉથ એશિયા માટેની ગરીબલક્ષી પશુપાલક નીતિનો સમાવેશ કરાયો હતો. એનડીડીબીએ એક મજબૂત પાયો પૂરો પાડવાની સાથે સાથે નાણાંકિય સહયોગ પણ પૂરો પાડ્યો હતો.’