• Gujarati News
  • નાર રેલવે ફાટક પાસે બસ પલ્ટી : 6 છાત્રોને ઇજા

નાર રેલવે ફાટક પાસે બસ પલ્ટી : 6 છાત્રોને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદથીતારાપુર જઇ રહેલી નર્સિંગ ઈનસ્ટિટયુટની બસ નાર ફાટક પાસે ગટરના ખાડામાં પલ્ટી જતા િવદ્યાર્થીનીઓને શરીરના ભાગે સામાન્ય ઇજાઓ થઇ હતી.

અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર બાકરોલ નર્સિગ ઈનસ્ટિટયુટમાં અભ્યાસ કરતી િવદ્યાર્થીનીઓ તારાપુરની રેફરલ હોિસ્પટલમાં તાલીમ માટે ખાનગી બસ નં. જીજે-23-વાય-1700માં જઇ રહ્યા હતા. બસ આણંદથી તારાપુર વાયા પંડોળી નાર થઇને નાર ફાટક પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે ફાટકની બાજુમાં આવેલ ગટરના ખાડામાં બસનું ટાયર આવી જતા બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી બસમાં સવાર 25 જેટલી િવદ્યાર્થીનીઓએ બુમાબુમ કરી દીધી હતી. ઘટનામાં 6 િવદ્યાર્થીઓને શરીરના ભાગે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઇ હતી. જેથી તેઓને સારવાર અર્થે 108 મારફતે તારાપુરની હોિસ્ટપલમાં ખસેડાવામાં આવ્યા હતા. જયાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

નર્સિગ સ્કૂલની બસ પલટી જતાં િવદ્યાર્થીઓને ઇજા થઇ હતી.