• Gujarati News
  • વાસદ પાસે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત : 2 કલાક સુધી 10 કિમીની વાહનોની કતાર લાગી

વાસદ પાસે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત : 2 કલાક સુધી 10 કિમીની વાહનોની કતાર લાગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદવાસદ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર બુધવારે સાંજના સમયે એક કન્ટેનર અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બે કલાક સુધી ટ્રાિફક જામ થઇ ગયો હતો. ટ્રાિફક જામના કારણે અનેક મુસાફરો તેમજ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં. બે કલાક બાદ પોલીસે ટ્રાિફક ખુલ્લો કરાવ્યો હતો. જોકે, બનાવમાં કોઇ જાનહાની થઇ નહોતી.

વાસદ પોલીસના જણાવ્યાં મુજબ ઉમરેઠ તાલુકાના વણસોલ ખાતે રહેતાં છોટાભાઇ ચૂનીભાઇ પટેલ બુધવારે પોતાની સ્વીફટ કાર લઇને આણંદ-વડોદરા નેશનલ હાઇવે નંબર- 8 ઉપર વાસદ મહિસાગર િબ્રજ ઉપરથી પસાર થઇ રહ્યાં હતાં. દરમિયાના પાછળથી આવતાં કન્ટેનર ટેલર નંબર જી.જે.5.એપી.2618ના ચાલકે સ્વીફટ કારને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહોતી. જોકે, અકસ્માત બાદ કન્ટેનર અને સ્વીફટ કાર બંને રોડ ઉપર આડા થઇ ગયાં હતાં. કન્ટેનર લાંબુ હોવાના કારણે રોડ બ્લોક થઇ જતાં વાહન વ્યવહાર સ્થગિત થઇ ગયો હતો. સતત બે કલાક સુધી બંને તરફ ચક્કા જામ થઇ જતાં વાહનચાલકો અટવાઇ પડ્યાં હતાં. કાળઝાળ ગરમીમાં મુસાફરોને અને વાહનચાલકોને ટ્રાિફક જામને કારણે ગરમીમાં સેકાવું પડ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થળ ઉપર દોડી આવેલી વાસદ પોલીસે ક્રેઇન મારફતે બંને વાહનો રોડની સાઇડમાં કરાવી ટ્રાિફક ખુલ્લો કરાવ્યો હતો. બનાવ અંગે વાસદ પોલીસે કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અડાસ હાઇવે ઉપર અકસ્માતમાં એકનું કરુણ મોત

આણંદતાલુકાનાઅડાસ પાસે હાઇવે ઉપર મંગળવારે રાત્રે એક ડમ્ફરના ચાલકે પોતાનું ડમ્પર ટ્રક ડીવાઇડર સાથે ભટકાવ્યું હતું જેના કારણે પાછળથી આવતી એક કાર ડમ્પર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કરમાં બેઠેલા ગાંધીનગર િજલ્લાના વારણા ગામના 35 વર્ષના રામજીભાઇ કાળુભાઇ મકવાણાને શરીરે ઇજા થતાં તેઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાસદ પોલીસ ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.