• Gujarati News
  • આગમસૂચિ ગ્રંથનું વિમોચન

આગમસૂચિ ગ્રંથનું વિમોચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગમસૂચિ ગ્રંથનું વિમોચન

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

એટલેચારેબાજુથી સર્વાંગી તેમજ ગમ એટલે જાણવું. તત્વને સર્વાંગી રીતે જણાવે તે આગમ. જે જન્મે છે તે મૃત્યુ પામે છે તે શાશ્વત છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયને સમજવા પડે. દ્રવ્ય શાશ્વત છે અને પર્યાય પરિવર્તન પામે છે ત્રિપદી છે. ત્રિપદી મૂળ છે આગમો ગણધરોની રચના છે. આગમ અને તેના ઉપરની વિવિધ કૃતિઓ ગમે તે ભાષામાં હોય, ગદ્ય કે પદ્ય પરંતુ તેના વગર તત્વ સમજવું શક્ય નથી. આવી વિવિધ પ્રકારની પૂર્વાચાર્યો દ્વારા રચાયેલી કૃતિઓ જે છેલ્લા 150 વર્ષમાં પ્રકાશિત થઈ છે અને તેનું સંકલન ગ્રંથની અંદર છે. તેથી આગમનો સર્વાંગી અભ્યાસ કરવો હોય તેને માટે કયા કયા પુસ્તકો તેમજ ગ્રંથો, પ્રતો વગેરે મળે તેનું રેડિમેડ લિસ્ટ ‘આગમસૂચિ’માં છે. આગમસૂચિ ગ્રંથનું વિમોચન આચાર્ય વિજય યુગભૂષણસુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગભાઈ લાલભાઈ, શ્રીપાલભાઈ, બચુભાઈ મુંબઈવાળા, ભદ્રેશભાઈ, મહેશભાઈના હસ્તે શનિવારે કરવામાં આવ્યું હતું.