• Gujarati News
  • આણંદ વિધાનસભા પેટા ચૂંટણીમાં બે હજાર કર્મચારી ફરજ બજાવશે

આણંદ વિધાનસભા પેટા ચૂંટણીમાં બે હજાર કર્મચારી ફરજ બજાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિર્વિઘ્ને ચૂંટણી પાર પાડવા વહિવટી તંત્રએ કવાયત હાથ ધરી
આણંદ વિધાનસભા પેટાચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહિતાના અમલ સહિત વિવિધ કામગીરી માટે બે હજાર ઉપરાંત કર્મચારીને કામગીરી સોંપવામાં આવી છે. આ ચૂંટણી નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની અઘ્ય ાતામાં બેઠકોનો દોર શરૂ થયો છે.
આણંદ વિધાનસભાની પેટાચૂંટણી ૧૩મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ યોજાશે. આ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ વિધાનસભા મત વિભાગના ૨૫૨ મતદાન મથકો ખાતે ફરજ બજાવનાર મહિલા પોલિંગ, પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક મતદાન મથકે પોલીસ અને ગ્રામર ાક દળના જવાનો ફરજ બજાવશે. ૨૫૨ મતદાન મથકો ખાતે ૨૫૨ બુથ લેવલ ઓફિસર ફરજ બજાવશે.
આ ઉપરાંત સેકટર ઓફિસર, સેકટર મોબાઇલ વાનના કર્મચારીઓ, અધિકારીઓ, નોડલ અધિકારી, ડીસ્પેચીંગ અને રીસીવીંગ સ્ટાફ, ફલાઇંગ સ્કવોર્ડ, વિડિયો વ્યૂઇંગ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ, સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ, અકાઉન્ટિંગ ટીમ મળી અંદાજે ૧૮૦૦ થી ૨૦૦૦ અધિકારી, કર્મચારીઓ ફરજ બજાવશે.
ચૂંટણીમાં વધુ મતદાન માટે તંત્ર કમર કસશે
આણંદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે. જોકે, તાજેતરમાં લોકસભા ચૂંટણી ગયા બાદ આ ચૂંટણીમાં મતદાન નિરસ થાય તેવો ભય અંદરખાને અધિકારીઓને સતાવી રાો છે. આથી, વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વિવિધ પગલાં ભરવા તૈયારી હાથ ધરવામાં આવી છે.