દાહોદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ
મેમૂ ટ્રેન બગડી જતાં મુસાફરોને હાલાકી
ગુરુવારે ભોપાલથી દાહોદ આવતી મેમુ ટ્રેન બગડી જતાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આણંદ મોકલવા ગાડી ન હોવાથી તાત્કાલિક વડોદરથી મેમુ મંગાવવાની ફરજ પડી હતી. મેમુ નિયત સમય કરતાં અઢી કલાક મોડી આશરે ૭૦૦ જેટલાં મુસાફરોને લઇને આણંદ તરફ રવાના થઇ હતી.
ગોંડલ
પિતાની નજર સામે પુત્ર ડૂબી ગયો
ગોંડલના સેતુબંધ ડેમમાં નહાવા પડેલ ફકીર યુવાનનું પિતાની નજર સામે મોત નીપજયું હતું. ઘટનાને પગલે પાલિકાના ફાયર ફાઇટર આવ્યા હતા જયારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડયો હતો. ફકીર પિતા-પુત્ર ભિ ાાવૃત્તિ કરવા ગોંડલ આવ્યા હતા.
વ્યારા
બેડકૂવાદુરમાં લકઝરી પર પથ્થરમારો
લકઝરી બસ પર ગત રાત્રિએ બેડકૂવાદૂર ગામ પાસેથી પસાર થઈ રહી હતી, તે વેળાએ પાંચ અજાણ્યા શખ્સોએ બસ પર પથ્થરો મારી બસના કાચ તોડી નાખ્યા હતા અને આ પંથકમાં કાકરીચાળો કરી શાંતિ ડોહળાવવાનો પ્રયાસ કર્યોહતો.
બીલીમોરા
૬૩૨ બોટ મરછીમારી માટે રવાના
ધોલાઈ બંદરેથી દરિયાલાલની અને બોટોની પુજા કરી નવસારી જિલ્લાની ૨૩૨ અને વલસાડ જિલ્લાની ૪૦૦ બોટ મળી ૬૩૨ બોટની પુજા કરી મરછીમારી કરવા રવાના થયા હતા. અને મરછીમારી સિઝનનો પ્રારંભ કર્યોહતો.
સુરત
આગ લાગતાં કાપડની દુકાન ખાખ
મહિધરપુરાના ગલેમંડી મેઇન રોડ પરની અમરદીપ કાપડની દુકાનમાં ગુરુવારે બપોરે આગ લાગતાં ભારે ધુમાડાને લીધે દોડધામ મચી ગઈ હતી. દુકાનમાં માળિયા પર રખાયેલા શટર્-પેન્ટના જથ્થામાં આગ લાગતાં તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો.
વ્યારા
વ્યારામાં પાંચ ટ્રેનના સ્ટોપ બંધ કરાશે
વ્યારા જિલ્લાના રેલવે સ્ટેશને આવનાર ૧ ઓકટોબરથી ટ્રેનોના હંગામી સ્ટોપેજ બંધ કરવાને લીધે મુસાફરોની મુશ્કેલી વધી જવાના પગલે આ પાંચ ટ્રેનોના સ્ટોપેજ રદ્દ ન થાય તે માટે સુરતના સાંસદ તેમજ રેલવે મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.
અમદાવાદ
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર કેથલિન સ્ટિવન્સે આજે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી. જયાં તેમણે ચરખો ફેરવી ગાંધીજીને યાદ કર્યા હતા.
ગાંધી આશ્રમની મુલાકાતે
સ્ટેટ બ્રીફ