• Gujarati News
  • દેથલી ગામે સ્વચ્છતા અભિયાન યોજાયું

દેથલી ગામે સ્વચ્છતા અભિયાન યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેથલી ગામે સ્વચ્છતા અભિયાન યોજાયું

આણંદકૃષિવિજ્ઞાન કેન્દ્ર, દેથલી, ખેડા અને ગ્રામસેવા કેન્દ્ર, દેથલીનાં સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘સ્વચ્છ ભારત જાગૃતતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રના નિયામક ડો. પી. કે. શર્મા, દિનમણીશંકર ઉ.બુ. શાળાના આચાર્ય મનિષભાઈ ભટ્ટ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રામ સેવા કેન્દ્ર, દેથલીના કર્મચારીગણ તથા શાળના કુલ 120 જેટલાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. પ્રસંગે ડો. પી. કે. શર્માએ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે સ્વચ્છતા કાર્યક્રમને ‘સ્વચ્છતા મિશન’ હેઠળ આવરી લઇ વર્ષ-2019 સુધી કાર્યક્રમ ચલાવશે.