• Gujarati News
  • આણંદિજલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી તાબેના જેડવાપુરા ખાતે રહેતા બુટલેગરને

આણંદિજલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી તાબેના જેડવાપુરા ખાતે રહેતા બુટલેગરને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદિજલ્લાના પેટલાદ તાલુકાના બાંધણી તાબેના જેડવાપુરા ખાતે રહેતા બુટલેગરને તેની દારૂની પ્રવૃિત અટકાવવા માટે પાંચ િજલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવતાં અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

પોલીસના જણાવ્યાં મુજબ આણંદ િજલ્લામાં દેશી અને િવદેશી દારૂના અડ્ડાઓ દ્વારા યુવાધનને બરબાદ કરતાં બુટલેગરોની દારૂની પ્રવૃિતઓ અટકાવવા માટે િજલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ દ્વારા બુટલેગરોને તડીપાર કરાવવા માટે ઝુંબેશ શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે મહેળાવ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.કે.રાઠવાએ મહેળાવમાં રહી દારૂની બેફામ પ્રવૃિત ચલાવતાં બાંધણી તાબેના જેડવાપુરામાં રહેતા મફતભાઇ ઊર્ફે ટપાલો મથુરભાઇ સોલંકીને પડીપાર કરવા માટે કાર્યાવાહી હાથ ધરી હતી. જેમાં બુટલેગર મફતભાઇ સામે થયેલા દારૂ અંગેના કેસ પેપરો તૈયાર કરી િજલ્લા પોલીસ વડાને દરખાસ્ત મોકલી આપી હતી. િજલ્લા પોલીસ વડાએ દરખાસ્ત પેટલાદ સબ િડવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલી અાપી હતી. જે આધારે પેટલાદ સબ િડવીઝનલ મેજીસ્ટ્રેટે બુટલેગર મફત ઊર્ફે ટપાલો મથુરભાઇ સોલંકીને આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા રૂરલ અને અમદાવાદ િજલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરતો હુકમ કર્યો હતો. હુકમની બજવણી કરી મહેળાવ પોલીસે બુટલેગરને સુરત ગ્રામ્ય િવસ્તારમાં મોકલી આપ્યો હતો. પોલીસ વડાની કાર્યવાહીના પગલે અન્ય બુટલેગરમાં ફફડાટ ફેલાયો હતો.

આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા ને અમદાવાદમાંથી તડીપાર

હુકમ થતાં મહેળાવ પોલીસે ધરપકડ કરી સુરત મોકલી આપ્યો

બાંધણીના બુટલેગરને પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયો