• Gujarati News
  • જેતાપુરાની સગીરાંનું લગ્નની લાલચે અપહરણ કરાયું

જેતાપુરાની સગીરાંનું લગ્નની લાલચે અપહરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાનેર પાસે અજાણ્યાં વાહનની ટક્કરે એક રાહદારીનું મૃત્યુ

રોિહણી પાસે અજાણ્યાં વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

આણંદ શહેરની એન.એસ.પટેલ કોલેજમાંથી બાઇક ચોરાયું

નડિયાદ |કઠલાલ ભાનેર ખોડિયાર માતા મંદિર પાસે રહેતાં રાયભણભાઈ ડાહ્યાભાઈ સોલંકીના સંબંધી ભીખાભાઈ મંગળભાઈ સોલંકી બુધવારે રાત્રે આઠ કલાકે ભાનેર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યાં વાહનચાલકે ભીખાભાઈને ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા અને ભીખાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદ |તારાપુરના ખાખસર ખાતે રહેતાં રમણભાઇ જીવણભાઇ પરમાર 10મી એપ્રિલના રોજ સવારે બાઇક લઇને ગોલાણા રોડ ઉપર છલામણી નાળા પાસેથી પસાર થઇ રહ્યાં હતાં તે વખતે એક અજાણ્યાં વાહનચાલકે તેઓના બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ચાલક રમણભાઇનું શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. અંગે ખાખસર ગામના પ્રવિણભાઇ પરમારની ફરિયાદ આધારે ખંભાત રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદ |આણંદ શહેરમાં એન.એસ.પટેલ કોલેજમાથી કોઇ ઇસમ બાઇકની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસના જણાવ્યાં મુજબ ખંભતમાં રહેતાં સંકેતભાઇ બાબુભાઇ સોલંકીએ 6ઠ્ઠી એપ્રિલના રોજ પોતાનું બાઇક આણંદની એન.એસ.પટેલ કોલેજના કંપાઉન્ડમાં પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઇ ઇસમ તેઓની બાઇક ચોરી કરી ગયો હતો. અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદ |આણંદ તાલુકાના વાસદ તાબે આવેલા જેતાપુરા ખાતે રહેતી એક સગીરાંને એક યુવત લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો.જેતાપુરા ખાતે રહેતી સગીરાંને કણભા ગામનો િવજયભાઇ કાન્તીભાઇ પરમાર લગ્નની લાલચ આપી જારકર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. અંગે સગીરાંના વાલીએ શોધખોળના અંતે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે િવજયભાઇ પરમાર સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.