• Gujarati News
  • આણંદ ખેડામાં ભારે વંટોળ ને ગાજવીજ સાથે માવઠું

આણંદ -ખેડામાં ભારે વંટોળ ને ગાજવીજ સાથે માવઠું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી: બે કલાક અંધારપટ્ટ

આણંદ-ખેડા જિલ્લામાં શનિવારે વાતાવરણમાં નાટ્યાત્મક ફેરફાર સાથે સમીસાંજે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. સાંજના ભારે વંટોળ ફૂંકાતા ધૂળની ડમરી ઉડતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. રસ્તા પર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. છવાયેલાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના 6 વાગ્યામાં અંધકાર છવાઇ ગયો હતો. વંટોળ ફૂંકાવાના કારણે કેટલાંક સ્થળે વૃક્ષો ધરાશાયી થવા સાથેે છાપરાં ઉડ્યાં હતા અને હોર્ડિંગ્સ તૂટી પડ્યાં હતાં.

આણંદ-ખેડા જિલ્લામાં શનિવારે સંાજના ભારે વંટોળ ફૂંકાવા સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લાં બે-ત્રણ દિવસથી સવારના વાદળો આવવા સાથે તાપમાનનો પારો વધતાં વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. શનિવારે સવારના આકાશમાં છવાયેલાં વાદળોથી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જોકે, સવારના દસ વાગ્યા બાદ વાદળો વિખેરાઇ જતાં વાતાવરણ સ્વચ્છ થઇ ગયું હતું. બપોરના આકરી ગરમી બાદ સાંજના એકાએક તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે આકાશમાં ગાઢ વાદળો છવાઇ ગયાં હતાં. સાંજના સાડા પાંચ વાગ્યે પવનની ઝડપ વધતાં વંટોળ ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. એકાએક વંટોળ સાથે ધૂળની ડમરી ઉડતાં માર્ગો પર વાહનચાલકોએ વાહનો લઇને સાઇડમાં ઊભાં થઇ ગયા હતા. તેમજ લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં સાંજના 6 વાગ્યામાં અંધકાર છવાઇ ગયો હતો. તેમજ વીજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ શરૂ થઇ ગયો હતો. સાંજના વંટોળ ફૂંકાવા સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભરઉનાળે ફરીથી એકવાર અષાઢી માહોલ છવાયો હતો.

હજી બે દિવસ વરસાદી માહોલ રહેવાનો વર્તારો

આણંદકૃષિયુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પર સર્જાયેલાં અપર એર સાયકલોનિક સરક્યુલેશનના પગલે વાદળો આવવા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. આગામી બે દિવસ હજી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જેની અસર હેઠળ દિવસના ગરમી અને સાંજના વંટોળ ફૂંકાવા સાથે વરસાદ પડવાની શક્યતા છે. વાતાવરણ સ્વચ્છ થઇ ગયાં બાદ તાપમાનનો પારો ફરીથી વધતાં ગરમીનું પ્રમાણ વધશે.’

થંડર એક્ટિવિટીના કારણે વંટોળ સાથે વરસાદ

કૃષિયુનિવર્સિટીનાહવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘તાપમાનનો પારો વધે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળો બને છે. વાદળો આકાશમાં ઉપર જતાં ભારે ઉથલપાથલ થાય છે. નીચેના વાતાવરણમાં ગરમી વધુ હોવાથી વાદળો ઉપર નીચે થતાં વીજળીના ચમકારા થાય છે અને વાદળો ગાજે છે. તેમજ વરસાદ પણ પડે છે. વાદળોની ઉંચાઇ વધુ હોય તે સ્થિતિમાં કેટલાંક સ્થળે કરાં પડતાં હોય છે.’

જિલ્લામાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ તૂટી પડ્યાં

આણંદશહેરસહિત જિલ્લાભરમાં સાંજના ફૂંકાયેલાં ભારે વંટોળના લીધે ઠેર-ઠેર હોર્ડિંગ્સ તૂટી પડ્યાં હતાં. માર્ગોની બાજુુમાં ઠેર-ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ ઊભાં કરવામાં આવેલાં છે. શનિવારે સાંજના ફૂંકાયેલાં ભારે પવનમાં તૂટી પડ્યાં હતાં.

ડાકોરમાં વાવાઝાડોને લીધે ડમરીઓ ઉડતાં વાતાવરણ ધૂંધળું બની ગયું હતું.

નડિયાદના માર્ગો પર વાવાઝોડાના પગલે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

આણંદમાં કાળા િડબાંગ વાદળો છવાતાં અંધારપટ્ટ છવાઇ ગયો હતો.

િવદ્યાનગર રોડ ઉપર વરસાદના કારણે ભૂવો પડી જતાં ટેમ્પો ફસાઇ ગયો હતો.

ખંભાત િવસ્તારમાં મોડી સાંજે વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા સાથે કેટલાક સ્થળોએ બરફના કરા પડ્યાં હતાં. વાવાઝોડા સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ પડતાં ઠેકઠેકાણે અનેક સ્થળોઅે વીજળી ડૂલ જઇ જતાં અંધારપટ્ટ છવાયો હતો.

સમીસાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદનું ઝાપટું પડ્યું હતું.

આણંઘ્માં અંધારું છવાતા વાહનચાલકોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.

વરસાદથી તારાજી | વાતાવરણમાં નાટ્યાત્મક પલટો: સવારના વાદળો બાદ બપોરના તડકો અને સાંજના વંટોળ સાથે વાદળોની ઘેરાબંધીથી સમીસાંજે અંધકાર છવાયો