દાંડીપુલના નિર્માણ માટે ૮૩ જ્યોતનો ઝળહળાટ કરાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચની ૮૩ની વરસીએ કંકાપુરાના ગ્રામજનો દ્વારા દાંડીપુલના નિર્માણ માટે અનોખું અભિયાન

ઐતિહાસિક દાંડીકૂચની ૮૩મા વર્ષ નિમિતે ગાંધીજીની વિચારસરણીને વરેલ પદયાત્રાીઓના હસ્તે ૮૩ દિવડાં પ્રગટાવીને દાંડીપુલના નિર્માણ માટે ચાલી રહેલ ઝૂંબેશને વેગવંતી બનાવવામાં આવી હતી.

૧૬મી માર્ચે અમદાવાદ-સાબરમતી આશ્રમથી દાંડીરૂટ પર પદયાત્રા માટે નીકળેલાં અમેરિકા, કેનેડા સહિ‌તના પાંચ પદયાત્રીઓનું કંકાપુરા ગામે ઉમળકાભર્યું સ્વાગત કરાયું હતું. હેરિટેજ દાંડીરૂટના પદયાત્રિકોના સાનિધ્યમાં જ કંકાપુરાના ગ્રામજનોએ મહિ‌નદી પર દાંડીપુલના નિર્માણની કાર્યવાહીને વધુ વેગવંતી બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. દાંડીકૂચની હાલ ૮૩મી વરસી હોવાથી મહિ‌કાંઠાના કંકાપુરા સહિ‌ત ૧૦ ઉપરાંત ગામોના અગ્રણીઓએ ગાંધીજીના સ્મૃતિ સ્થાને એકત્ર થઈને દાંડીપુલના નિર્માણ માટે માગણી કરી હતી.

દાંડીરૂટના પદયાત્રિકોના સ્વાગત માટે તેમજ દાંડીપુલ નિર્માણ ઝૂંબેશ માટે સરપંચ શાંતાબેન પરમાર, એપીએમસી સભ્ય રાવજીભાઈ ગરાસિયા, માજી સરપંચ નટુભાઈ ફોજી, મુકેશભાઈ સરવૈયા વગેરે ગ્રામજનોએ જહેમત કરી હતી.