તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 8 Injured In Accident Between Bus And Tenkar At Ratanpura

રતનપુરા પાસે બસ ને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 8ને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના રતનપુરા પાસે ગુરૂવારે બપોરે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જા‍તાં આઠેક મુસાફરોને ઇજા થઇ હતી. પોલીસના જણાવ્યાં મુજબ ઉમરેઠના રતનપુરા પાસે રોડ ઉપરથી બોડેલી જઇ રહેલી એસટી બસ સાથે એક ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં એસટીમાં બેઠેલા આઠેક મુસાફરોને ઇજા થઇ હતી. તેઓને તાત્કાલીક સારવાર માટે ઉમરેઠની હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. જેમાં બેની હાલત ગંભીર હોઇ તેઓને આણંદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. આ અકસમાતમાં બંને વાહનોના આગળના ભાગને નૂકશાન થયું હતું. ઉમરેઠ પોલીસે સ્થળ ઉપર પહોંચી રોડ ઉપરથી વાહનોને દૂર કરાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.