• Gujarati News
  • 70 Percent And More Percent Voting In Gram Panchayat Election In Anand Dist

આણંદની ગ્રામ પંચાયતોમાં ૭૦ ટકાથી વધુ મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૧૪ પંચાયતમાં ચૂંટણી : સવારથી પ્રજાએ મત આપવા લાઈન લગાવી : સૌથી વધુ તારાપુરમાં ૯૦ ટકા ઉપરાંત મતદાન
આણંદ જિલ્લાની ૧૧૪ ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાઈ હતી. ચૂસ્ત બંદોબસ્ત બંદોબસ્ત યોજાયેલા મતદાનમાં વહેલી સવારથી જ મતદારોએ ભીડ લગાવી દીધી હતી. નમતી બપોર ૪ વાગ્યા સુધીમાં છએય તાલુકાની ૧૧૪ ગ્રામ પંચાયતમાં કુલ ૬૯.૯૧ જેવું મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ તારાપુરમાં ૯૧.૨૩ ટકા જેવું ભારે મતદાન નોંધાયું હતું.
પેટલાદ તાલુકાની ૩૪ ગ્રામ પંચાયતો પૈકી છ ગ્રામ પંચાયતોના સરપંચ બિનહરીફ થતાં ૨૮ સરપંચની બેઠક માટે ૮૬ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ૨૯પ વોર્ડ પૈકી ૧૬૦ વોર્ડ બિનહરીફ થતાં ૧૩પ વોર્ડ સભ્ય માટે ૨૮પ ઉપરાંતના ઉમેદવારોએ ઝંપલાવતાં ચૂંટણીમાં ભારે રસાકસી જોવાં મળી હતી. સોજિત્રાની૧૬ ગ્રામ પંચાયતમાં ૧૪૪ સભ્યોની બેઠક માટે ચૂંટણી જંગ જામ્યો હતો.
બોરસદ તાલુકાના ૬પ ગામો પૈકી ૨૧ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. ત્રણ બિનહરીફ થતાં ૧૮ ગામો તેમજ આંકલાવ તાલુકાના ૩૨ ગામો પૈકી ૧૬ ગામોમાં ચૂંટણી યોજાઈ હતી.નારપુરા બાદ કરતાં અને રણછોડપુરામાં ચૂંટણી બહીષ્કાર કર્યો હતો.
ખંભાત તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતની ચૂંટણી છેલ્લી ઘડીએ મતદારોના ધસારો થયો હતો. જ્યારે તારાપુરમાં ૯૦ ટકા ઉપરાંત મતદાન થતાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયાં હતાં.
ચૂંટણીમાં યુવા પેઢીનું જબરદસ્ત મતદાન
આણંદ જિલ્લાની ૧૧૪ ગ્રામ પંચાયતના મતદાનમાં યુવાન મતદારો પણ પાછળ રહ્યાં નહતાં અને મતદાન માટે ઉમટી પડયાં હતાં.
૧૪ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન
નડિયાદ : ખેડા જિલ્લામાં રવિવારે ૧૪ ગ્રામપંચાયતોની યોજાયેલી સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ૨૭૩૭૩ મતદારો પૈકી ૨૩૨૪૮ મતદારોએ ઈવીએમ મશીનનું બટન દબાવીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સરેરાશ આ ગ્રામ પંચાયતમાં ૮૪.૯૩ ટકા મતદાન થયુ હતું. જેમાં સરપંચપદના ૪પ અને વોર્ડના ૭૬ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા હતા. જ્યારે સૌથી વધારે બાલાસિનોર તાલુકાના કોતરબોર ગ્રામ પંચાયતમાં ૯૭.૩૬ ટકા મતદાન થયું હતું અને સૌથી ઓછું વીરપુર તાલુકાના ભારોડી ગ્રામ પંચાયતમાં ૮૦.૩૨ ટકા મતદાન થયું હતું. મતદાનમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
૪ વાગ્યા સુધીનું મતદાન
તાલુકો સરેરાશ (ટકા)
બોરસદ ૭૩.૦૮
આંકલાવ ૭પ
પેટલાદ પ૯.૭૧
સોજિત્રા ૭૭.૨૪
ખંભાત પ૮.૬૬
તારાપુર ૯૧.૨૩
કુલ ૬૯.૯૧