આણંદમાં ગુમ થયેલાં ૭ વર્ષના બાળકના અપહરણની આશંકા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરની સરવૈયા મસ્જિદ પાસેથી પખવાડિયા પહેલાં ગુમ થયેલાં સાત વર્ષના બાળકનું અપહરણ થયાંનું તેનાં પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવતાં ખળભળાટ મચી ગયો છે.

આણંદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. દિયારોએ જણાવ્યું હતું કે 'શહેરની સરવૈયા મસ્જિદ પાસે બગદાદનગરમાં રહેતાં અને રિક્ષાચાલક તરીકે વ્યવસાય કરતાં ફિરોઝભાઈ અયુબભાઈ વોરાનો પુત્ર અદનાન (ઉ.વ.૭) ૧લી માર્ચના રોજ ઘરેથી રમવા નીકળ્યો હતો. ઘર નજીક જ તે રમતો હતો, પરંતુ મોડી સાંજ સુધી તે ઘરે પરત ન આવતાં પરિવારમાં ચિંતાની લાગણી જન્મી હતી. આથી, તેનાં રમવાના સ્થળે તપાસ કરતા મળ્યો નોહતો. અદાનનું અપહરણ થયાંની પૂરેપુરી શંકા ફિરોઝભાઈને જતાં તેઓ શહેર પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને અજાણ્યાં શખસ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.’

અદનાન બોલતી વખતે તોતડાય છે

આણંદ શહેર પોલીસે એક યાદીમાં જણાવ્યું હતું કે 'અદનાનનું અપહરણ થયું તે દિવસે કાળુ પેન્ટ તથા સફેદ ટી-શર્ટ, પગમાં કાળા કલરના સ્લીપર પહેરેલાં છે. શરીરે ઘઉંવર્ણો, પાતળા બાંધાનો, ઉંચાઈ આશરે સાડા ત્રણ ફૂટની છે. જે જન્મથી જ અસ્થિર મગજનો છે. બોલવામાં થોડું તોતડાય છે, મમ્મી પપ્પા સિવાય બીજું કાંઈ બોલી શકતો નથી.’