આણંદના ૬૨ તલાટીની સાગમટે બદલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં વહીવટી સરળતા ખાતર ડીડીઓ દ્વારા બદલીનો ગંજીપો ઝિંકાયો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં ૬૨ તલાટી કમ મંત્રીની મંગળવારે સાગમટે બદલી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં વહીવટી સરળતાં ખાતર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સામુહિ‌ક બદલીનો ગંજીપો ઝીંકવામાં આવ્યો હતો.

આણંદ ડીડીઓ ડો. કુલદીપ આર્ય દ્વારા મંગળવારે ૬૨ તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવી હતી. જિલ્લામાં વહીવટી સરળતા ખાતર એક જ સ્થળે પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત એક કેસમાં સ્વવિનંતીથી તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતમાં સરપંચ કે અધિકારીઓ તરફથી ફરિયાદો થઇ હોય તેવા તલાટી કમ મંત્રીની તાલુકા ફેર બદલી કરવામાં આવી હત. એકસાથે ૬૨ તલાટી કમ મંત્રીની બદલી કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.