આણંદનાં 5 હજારથી વધુ ક્રિમિનલ લિસ્ટમાંથી રદ્દ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચાલકોને દંડી રહેલી પોલીસ)
- આણંદનાં 5 હજારથી વધુ ક્રિમિનલ લિસ્ટમાંથી રદ્દ
- અનેક ગુનેગારોએ ગુનાખોરી છોડી દેતાં આણંદ જિલ્લા પોલીસ વડાએ ભરેલું પગલું
આણંદ : આણંદ જિલ્લા પોલીસ વડાએ ગતિશીલ ગુજરાત અંતર્ગત છેલ્લાં 5થી 15 વરસ દરમિયાન ગુનાખોરીની દુનિયા છોડી દેનારાં 5 હજારથી વધુ ક્રિમિનલ વ્યક્તિને લિસ્ટમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. આ લિસ્ટમાં અનેક એવા ગુનેગારો હતાં જેની સામે લાંબા સમયથી ગુનો નોંધાયો નથી અથવા તો તેઓ મૃત્યુ પામ્યાં હોવાનું બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, આણંદ જિલ્લામાં વાહન ચોરી, ધાડ, લૂંટના ગુનામાં પકડાયેલાં ગુનેગારો માટે બનાવવામાં આવતાં મેન ક્રિમિનલ રેકોર્ડ (એમસીઆર)માંથી આશરે 5530 વ્યક્તિને દુર કરવામાં આવ્યાં છે.
જિલ્લામાં કુલ 19,412 વ્યક્તિ ક્રિમિનલ રેકર્ડ ધરાવે છે. જેમાંથી 142 વ્યક્તિ મૃત્યુ પામી હતી. તેવી જ રીતે 12 વ્યક્તિ ગુનો કરવા સક્ષમ ન હોવું, 60 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય રહેલાં 1020 આરોપી ઉપરાંત 15 વર્ષથી ગુનો ન કર્યો હોય તેવા – 3456, દસ વરસથી ગુનો ન કર્યો હોય તેવા 493 અને પાંચ વરસથી ગુનો ન કર્યાં હોય તેવા 107, ટેકનિકલ ગુનામાં સંડોવાયેલાં હોય તેવા કુલ 300 મળી કુલ 5530 વ્યક્તિને એમસીઆરમાંથી રદ્દ કરવામાં આવ્યાં છે.
આણંદમાં વધુ 1525 વાહન ચાલક દંડાયા
આણંદ | જિલ્લા પોલીસે વાહન ઝૂંબેશ દરમિયાન 26મી નવેમ્બરના રોજ વધુ 1525 વાહનને દંડ કરી રૂ.1.45 લાખનો દંડ વસૂલ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, જિલ્લામાં વાહન
ઝૂંબેશ દરમિયાન હેલ્મેટ નહીં પહેરવા, સીટ બેલ્ટ નહીં પહેરવા તથા ચાલું વાહને મોબાઇલ પર વાત કરવા બાબતે ચાલી રહેલી સ્પેશ્યલ ડ્રાઇવમાં હેલ્મેટ નહીં પહેરવા અંગે 530 કેસમાં
રૂ.23,900 તેવી જ રીતે સીટ બેલ્ટ નહીં પહેરવા બાબતે 847 કેસમાં રૂ.88,050 અને ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા અંગે 284 કેસમાં રૂ.31,875 મળી કુલ રૂ.1,45,325નો દંડ
વસૂલવામાં આવ્યો હતો.