43 ડિગ્રી તાપમાનમાં એસી અને પંખા પણ વામણા સાબિત થયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેર સહિત જિલ્લામાં બુધવારે પુન: મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંરયો હતો. તાપમાનનો પારો ઊચો રહેવા સાથે ભેજનું પ્રમાણ વધતાં અસા ગરમી અને ઉકળાટથી લોકો બેચેન થઇ ગયા હતા. અગનભઠ્ઠી બની ગયેલા વાતાવરણમાં એસી અને પંખાની હવા પણ અસર ન કરતાં હોવાનો અહેસાસ થતો હતો. હજી પમી જૂન સુધી તાપમાનનો પારો ઊચો રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આણંદ કષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૮૭ ટકા, પવનની ગતિ ૫.૮ કિમી પ્રતિ કલાક અને દિશા દિ ાણ-પિશ્ચમ નોંધાઇ હતી. સતત તાપમાનનો પારો ઊચો રહેતાં બુધવારે પણ હિટવેવનો પ્રકોપ જારી રાો હતો. બુધવારે મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચતાં વાતાવરણ અગનભઠ્ઠી જેવું બની ગયું હતું. એમાંય દિ ાણ-પિશ્ચમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું. ગરમી અને ભેજનું પ્રમાણ વધતાં અસા ઉકળાટ થતાં એસી અને પંખાની હવા પણ ગરમીમાં અસર કરતી ન હતી. અસા ગરમી અને ઉકળાટથી લોકો બેચેન થઇ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં તાપમાનનો પારો ઊચો રહેવાની આગાહી કરવામાં આવી છે.