તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાખંડમાં ફસાયેલા નડિયાદના 29 યાત્રીનો હજુય અત્તોપત્તો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ પ‌શ્ચિ‌મના સોસાયટી વિસ્તારમાંથી ઉતરાખંડ યાત્રાએ ગયેલા ૪૧ પૈકી ૨૯ યાત્રિકનો પખવાડિયાદ બાદ પણ કોઈ જ પત્તો નથી : સ્વજનોની શોધખોળ માટે દહેરાદૂન અને ઋષિકેશમાં દિવસો સુધી રઝળપાટ કરીને પરિવારજનો પરત ફર્યા : રામવાડાથી વિખુટા પડેલાં લોકો પરત ફરશેની આશા

ઉતરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા નડિયાદના ૪૧ યાત્રિકો પૈકી ૨૯ યાત્રિકોનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. યાત્રામાં ગયેલા ૧૦ યાત્રિકો હેમખેમ પરત આવી ગયા છે. જ્યારે બાકી રહેલા યાત્રિકોની શોધખોળ માટે નડિયાદથી ગયેલા ૩પ વ્યકિતઓ પણ તમામ જગ્યાએ શોધખોળ કરીને કોઈ જ ભાળ ન મળતાં નિરાશ થઈને પરત આવ્યા છે. જ્યારે અન્ય પાંચ વ્યકિતઓ હજુ તેમની ભાળ મળવાની આશાએ દહેરાદૂનમાં રોકાયેલાં છે.

સંજયભાઈએ જણાવ્યુ હતુ કે 'નડિયાદથી કુલ ૪૧ વ્યકિત ચાર ધામની યાત્રાએ ગયા હતા. તેઓએ યાત્રાના નિયત રૂટ પ્રમાણે ગૌરીકુંડ વિસ્તારનો દુર્ગમ માર્ગ ખેડીને કેદારનાથના દર્શન પણ કર્યા હતા. આ યાત્રિકોમાં નાના બાળકો પણ હતા. તેઓએ કેદારનાથના દર્શન પણ કર્યા હતા. દર્શન પતાવીને તેઓ પરત ફરી રહ્યા હતા અને રામવાડા પાસે આવ્યા ત્યારે પરિવારજનો સાથે છેલ્લો સંર્પક થયો હતો. ત્યાંથી આ તમામ યાત્રિકો વિનાશક કુદરતી આફત ત્રાટક્યા બાદ એકબીજાથી વિખુટા પડી ગયા હતા. તબક્કાવાર ૪૧ યાત્રિકોમાંથી ૧૦ યાત્રિકો નડિયાદ પોતાના ઘરે હેમખેમ પરત ફર્યા હતા. ચાર ધામની યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ ભારે મુશ્કેલી અને તકલીફોનો સામનો કરીને પોતાનો જીવ બચતાં ભગવાનનો આભાર માન્યો હતો. જ્યારે બાકી રહેલા ૩૧ યાત્રિકોની શોધખોળ માટે નડિયાદથી ૩પ જેટલી વ્યકિતઓ દહેરાદૂન અને ઋષિકેશ ગયા હતા.

તેઓએ પોતાના સ્વજનોના ફોટા સાથે સ્થાનિકકક્ષાએ આવેલી તમામ હોસ્પિટલો, એરર્પોટ, રાહત છાવણીઓ તેમ જ ત્યાં શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમમાં પણ શોધખોળ કરી હતી. પરંતુ લાપતા સ્નેહીજનોનો કોઈ જ અત્તોપત્તો લાગ્યો ન હતો. જેથી તેઓએ તમામ જગ્યાએ પોતાના નામ, સરનામા અને ફોટા સાથેની માહિ‌તી આપી દીધી છે અને ૩૦ જેટલા વ્યકિતઓ કે જે શોધખોળ માટે નડિયાદથી ગયા હતા, તે ભારે હૃ•દયે પરત આવ્યા છે. હવે પ્રભુનો જ આશરો રાખીને બેસવાનો સમય આવ્યો છે. કારણ કે આટલા દિવસો વિત્યા પછી પણ સ્નેહીજનોનો કોઈ જ અતોપતો લાગ્યો નથી. ત્યારે ભગવાન પર ભરોસો રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમ પણ તેઓએ ઉર્મેયુ હતું. સંજયભાઈએ જણાવ્યુ હતું કે ૩૦ વ્યકિતઓ કે જે શોધખોળ માટે ગયા હતા તે પરત આવી ગયા છે. જ્યારે બાકી રહેલા પાંચ વ્યકિતઓને હજુ પણ પોતાના સ્નેહીજનોનો કોઈ સંદેશો મળશે, તેવી આશાએ દહેરાદૂન ખાતે જ રોકાયા છે.’