૨૨ પાકિસ્તાનીનો એક જ સૂર ‘છાપરામાં રહીશું પણ પાકિસ્તાન પરત જવું નથી’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનથી આવેલા ૨૨ વ્યકિતના કચ્છી પરિવારને ભારતમાં સ્થાયી થવાની ઇચ્છા
ગોપાલપુરા ખાતે પાકિસ્તાનથી આવેલા કચ્છી પરિવાર પાકિસ્તાન પરત જવા ઇચ્છતાં નથી. તેમને ભારતમાં જ પોતાના સગા-સંબંધીઓ સાથે જીવન વિતાવવાની મહેચ્છા છે.
આણંદ નજીક આવેલા ગોપાલપુરામાં ૨૦ દિવસ અગાઉ પાકિસ્તાનથી ૨૨ વ્યકિતઓ વિઝિટર વિઝા પર આવ્યા હતા. જેઓ હાલમાં ખૂબ જ કપરાં દિવસો પસાર કરી રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા કચ્છી પરિવારના પુત્ર ડો. દયારામ કચ્છીએ જણાવ્યું હતું કે 'અમે મૂળ સિંઘ પાકિસ્તાનના વતની છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા તે પહેલા કચ્છ, રાપર ખાતે રહેતા હતા. ભાગલા પડયા બાદ અમારો પરિવાર સિંઘ પાકિસ્તાનના ચાંગડમાં સ્થાયી થયા હતા. જો કે અમારા ઘણા સગા-સંબંધી કચ્છમાં પણ રહે છે.
આગળ વાંચો, ૨૨ સભ્યનો પરિવાર એક મહિનાના વિઝિટર વિઝા પર આવ્યા છે