આણંદ નજીક કારની ટક્કરે બે યુવકના કરુણ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ નજીકના જિટોડીયા ગામે પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેડે ચડાવતાં તેના પર ચાવડાપુરાના બે યુવકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના હતપ્ર ભ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવતાં કરૂણર્દશ્ય સર્જાયા હતાં.

આણંદ શહેરના ચાવડાપુરા વિસ્તારમાં રહેતા સંજય મનુભાઈ ચાવડા (ઉ.વ.૨૦), મયુર સુભાષભાઈ નિસરતા (ઉ.વ.૨૦) અને પ્રયાસ દિનેશભાઈ પરમાર ત્રણેય મિત્રો સોમવાર સવારે વાલવોડ મુકામે લગ્નમાં હાજરી આપવાં ગયાં હતાં. જ્યાંથી બપોરના ત્રણેય બાઇક નં.જીજે ૨૩ એફ ૯૯૬૪માં પરત આણંદ આવી રહ્યાં હતાં તે દરમિયાન જીટોડીયા ગામ પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી કવાલીસ જેવી લાગતી કારે બાઈકને ટક્કર મારતાં ત્રણેય યુવક રસ્તા પર જ પટકાયાં હતાં. જેમાં સજય અને મયુરને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પ્રયાસને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તસવીર- પંકજ પટેલ