100 વર્ષનાં વડીલ વૃક્ષોનું સંવર્ધન કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં વિશાળ વટવૃક્ષ જોઇ શકાય છે)
- 100 વર્ષનાં વડીલ વૃક્ષોનું સંવર્ધન કરાશે
- પ્રાણીજગતની જેમ વનસ્પતિમાં પણ સંવર્ધન થકી સારાં અને તંદુરસ્ત વૃક્ષ ઉછેરવા વનવિભાગ દ્વારા કરાયેલું આયોજન
- રાજ્યના અન્ય જિલ્લામાં પણ બીજ થકી વૃક્ષ ઉછેરવામાં આવશે

આણંદ : હરિયાળા પ્રદેશ તરીકે વિખ્યાત આણંદ જિલ્લાના 100 વરસથી પણ જૂનાં વૃક્ષોના બીજમાંથી અન્ય વૃક્ષ ઉછેરવાનું અનોખી પહેલ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે. આ યોજના થકી અન્ય જિલ્લાઓને પણ લાભ મળશે. આવા 100 વરસથી પણ વધુ જૂનાં વૃક્ષોને વડીલ વૃક્ષ તરીકે જાહેર કરી તેની સાચવણી કરવામાં આવશે.આણંદ જિલ્લો હરિયાળા પ્રદેશ તરીકે વિખ્યાત છે, અહીં દર હેક્ટરે 67થી પણ વધુ વૃક્ષનો રેશિયો છે. જોકે, દિવસે દિવસે વધી રહેલાં વિકાસના પગલે વૃક્ષો કપાઇ રહ્યાં છે.

આ બાબતે વનવિભાગે વૃક્ષોનું સંવર્ધન અને વડીલ વૃક્ષની યોજનાનું આયોજન કર્યું છે. આ યોજના થકી 100 વરસથી પણ વધુ જૂનાં વૃક્ષને વડીલ વૃક્ષ તરીકે જાહેર કરી તેની સાચવણી સહિતના પગલાં ભરવામાં આવશે. આવા વૃક્ષના બીજ થકી તેનું સંવર્ધન કરીને અન્ય સ્થળે પણ તેનો ઉછેર કરવામાં આવશે. આણંદ જિલ્લા વન અિધકારી જી.એ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ‘આણંદ જિલ્લામાં જે તે ગામનો સરવે કરી વરસો જૂનાં વૃક્ષોની નોંધણી કરવામાં આવશે. આવા વૃક્ષોને વડીલ વૃક્ષ તરીકે જાહેર કરવામાં આવશે.
વાંચો આગળ, ખાનગી જમીન પરનાં વૃક્ષોનાં માલિકને પ્રોત્સાહિત કરાશે ....