તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિ. મ.સહ.બેંકના માજી બ્રાન્ચ મેનેજરને ૧ વર્ષની કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સભાસદના નાણાં બેંકમાં જમા કરવાને બદલે ઉચાપત કરી હતી

ઉમરેઠ તાલુકાના ખંભોળજ ખાતે આવેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજરને ઉચાપત કેસમાં આણંદ કોર્ટે એક વર્ષની કેદ અને દંડ ફટકાર્યો હતો. ખંભોળજ ખાતે આવેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ચિખોદરાના લક્ષ્મણભાઇ ગોતાભાઇ પરમાર ૨૦૦૬ના સમયગાળા દરમિયાન ફરજ બજાવતાં હતાં. તેઓની ફરજ દરમિયાન ખંભોળજ સેવા સહકારી મંડળીના સેક્રેટરી રમેશભાઇ ગોરધનભાઇ પટેલ અને ખંભોળજના નટુભાઇ પ્રભુદાસ પટેલે અલગ અલગ સમયે નાણાં જમા કરાવ્યાં હતાં.

સભાસદના નાણાં જમા કરવાની જવાબદારી નિભાવતાં બ્રાન્ચ મેનેજર લક્ષ્મણભાઇ પરમારે આ નાણાં જમા કરવાને બદલે પોતાના અંગત કામે વાપરી નાખ્યાં હતાં. તેઓએ પોતાની ફરજ દરમિયાન પ્રથમ ૨,પ૬૧પ૦ રૂપિયાની હંગામી અને ૩૪,૦૦૦ રૂપિયાની કાયમી મળી કુલ ૨,૯૦,૧પ૦ રૂપિયાની ઉચાપત કરી હતી. જોકે, આ સમગ્ર મામલો ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો. આ અંગે ઓડિટર રમણભાઇ એચ.પટેલે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે લક્ષ્મણભાઇ પરમાર સામે ગુનો નોંધી ગત ૧૯મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ અટકાયત કરી હતી.

આ અંગેની તપાસ પૂર્ણ કરી પોલીસે આણંદ કોર્ટમાં ચાર્જશીટ મૂકયું હતું. આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકિલ અમરભાઇ પરમારે ૩૩ દસ્તાવેજી પુરાવા અને પ સાહેદોની જુબાની આધારે કેસ પુરવાર કરી આરોપીએ પબ્લીકના નાણાંની ઉચાપત કરી ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોઇ તેઓને કડકમાં કડક સજા કરવા દલીલ કરી હતી. સરકારી વકિલની દલીલો અને પુરાવા આધારે આઠમા એડિશ્નલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ભરતભાઇ બી.જાદવે આરોપી લક્ષ્મણભાઇ પરમારને કસુરવાર ઠેરવ્યાં હતાં. આ કેસમાં ન્યાયાધીશ બી.બી.જાદવે આરોપી લક્ષ્મણભાઇને આઇપીસી ૪૦૮ના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા અને ૧૦૦૦ રૂપિયા દંડ તેમજ દંડ ન ભરે તો વધુ પંદર દિવસની સજાનો હુકમ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો