તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરીઆવી પાસે લક્ઝરી બસ કન્ટેનર સાથે અથડાતાં ૧નું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓવર ટેઇક કરવા જતાં લકઝરી બસનો ખાલી સાઇડનો ભાગ કન્ટેનર સાથે અથડાતાં અકસ્માત સર્જા‍યો

આણંદ પાસે બોરીઆવી એકસપ્રેસ વે ઉપર મંગળવારે રાત્રે લકઝરી બસ કેન્ટેનર સાથે ભટકાતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાર મુસાફરોને ઇજા થઇ હતી. અમદાવાદની સહયોગ ટ્રાવેલ્સની લક્ઝરી બસ મંગળવારે મુસાફરો બેસાડી વડોદરા જવા નીકળી હતી.દરમિયાન બોરીઆવી નજીક એકસપ્રેસ વે ઉપર આગળ જતાં એક કન્ટેનરની ઓવર ટેઇક કરવા જતાં લકઝરી બસનો ખાલી સાઇડનો ભાગ કન્ટેનર સાથે અથડાતાં અકસ્માત સર્જા‍યો હતો.

આ અકસ્માતમાં લકઝરીમાં મુસાફરી કરી રહેલા અમદાવાદના શીવાભાઇ અજૂર્‍નભાઇ ઠાકોરને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં બુધવારે તેઓનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં લકઝરીમાં મુસાફરી કરી રહેલા અન્ય બારને ઇજા થઇ હતી. તેઓને અમદાવાદ, વડોદરા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયાં હતાં. આ અંગે રૂરલ પોલીસે લકઝરીના ચાલક સામે ગુનો નોંધાયો છે.

આણંદ જિલ્લામાં નવા વર્ષે કાળ ચારને ભરખી ગયો
આણંદ બોરસદના બેવરહિ‌લ્સ પાસેથી પસાર થતાં ડભાસીના કમલેશભાઇ હરીજનની બાઇક સાથે અન્ય બાઇક અથડાઇ હતી. આ અકસ્માતમાં કમલેશભાઇને ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેઓની પાછળ બેઠેલા પ્રકાશભાઇ વણકરને ઇજા થઇ હતી. ઉમરેઠ દામોદરિયા વડ પાસે દિવાળીની સાંજે રોડ ઉપર ઊંટ આડુ ઉતરતાં ઉમરેઠના રોનકકુમાર શરદભાઇ શાહ બ્રેક કરતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેમાં રોનકનું મોત નિપજ્યું હતું.

જ્યારે બોરસદ નગરમાં રોડ ઉપર પડેલ પથ્થર ડભાસી ગામના ઘનશ્યામભાઇ રમણભાઇ પટેલની રિક્ષાના આગળના વ્હીલ નીચે જતાં રિક્ષા પલટી ગઇ હતી. જેમાં તોરણાના ૨૧ વર્ષના શૈલેષભાઇ ગોવિંદભાઇ સોલંકીનું મોત નિપજ્યું હતું. તેમજ ખંભાતના રોહીણી રોડ ઉપર નહેર પાસે રોડ ઉપર ઉભેલા ટેમ્પી સાથે ટ્રેકટર અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટરના પંખા ઉપર બેઠેલા એક કિશોર નીચે પડી જતાં ઇજાના કારણે મોત નિપજ્યું હતું.