આણંદ: લગ્નની લાલચ આપી સવા લાખની છેતરપિંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંંભાત તાલુકાના નગરના રહીશને દીકરાના લગ્નની લાલચ આપી ટોળકી ઉલ્લુ બનાવી ગઇ
આણંદ: આણંદ જિલ્લામાં બનાવટી સગાઇ કરી લાખો રૂિપયા પડાવતી ટોળકી પૂન: સક્રિય થઇ છે. ખંભાત તાલુકાના નગરા ગામના રહીશને તેમના દીકરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપી માત્ર સગાઇ કરી રોકડ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 1.30 લાખ રૂિપયા પડાવી લીધાં હોવાની ફરિયાદ ખંભાત રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.નગરા ગામમાં નાની પાટીના વતની અને હાલમાં સુરતમાં મારૂિતધામ સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ ખોડાભાઇ પટેલને થોડા સમય પહેલાં એક ભેજાબાજ ટોળકીનો ભેટો થઇ ગયો હતો.
સુરતમાં જ રહેતા કાળુભાઇ પટેલ નામના વ્યક્તિએ મહેન્દ્રભાઇને તેમના દીકરા ધવલના લગ્ન કરાવી આપવાની વાત કરી લાલચમાં ફસાવ્યાં હતાં. કાળુભાઇ સાથે ડાકોરના સંજયભાઇ નટવરલાલ દરજી અને વડનગરના સબદલપુર ખાતે રહેતા પ્રતિક્ષાબહેન ઊર્ફે નિશા નીરજભાઇ પટેલે ભેગા મળી ડાકોરની એક યુવતીને લગ્ન માટે મહેન્દ્રભાઇ અને તેમના દીકરા ધવલને બતાવી હતી. આ યુવતીને ડાકોરના સંજયભાઇ દરજીએ પોતાની દીકરી જીજ્ઞા હોવાનું જણાવ્યું હતું. યુવક અને યુવતીને પસંદ પડતાં સગાઇ નક્કી કરવામાં આવી હતી.
આ સગાઇ નિમિતે કાળુભાઇ અને સંજયભાઇએ પ્રથમ 50 હજાર રૂિપયા લીધાં હતાં. સાથે સાથે ચાંદીના પગની વેડ, સોનાની ચુની, યુવતી માટે1200 રૂિપયાનો ડ્રેસ, વિડિયોકોન કંપનીનો મોબાઇલ ફોન પણ સગાઇના બહાને મેળવી લીધું હતું. તેમજ બે વખતે 35-35 હજાર રૂિપયા પણ લીધાં હતાં. સગાઇ કરવા આવ્યાં તે વખતે રિક્ષાનું ભાડુ 1500 રૂિપયા પણ લીધાં હતાં.બાદમાં ધવલે યુવતીને ફોન કર્યો હતો. જેમાં તેને શંકા ગઇ હતી. યુવતીએ ફોન બંધ કરી દીધો હતો. સાથે સાથે કાળુભાઇ અને સંજયભાઇનો પણ કોઇ સંપર્ક થઇ શક્યો નહોતો. વધુ તપાસ કરતાં આ ટોળકીએ છેતરપિંડી કરી હોવાનું જણાઇ આવ્યું હતું. આ બાબતે મહેન્દ્રભાઇ પટેલે ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સુરતના લાલનકૃપા સોસાયટીમાં રહેતા કાળુભાઇ પટેલ, ડાકોરના સંજય નટવર દરજી, જીજ્ઞાબહેન દરજી અને સબદલપુરના પ્રતિક્ષાબહેન નીરજ પટેલ સામે ગુનો નોંધ્યો છે.