તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Zip Line Ride Will Be Start On Short Time On Ahmedabad River Front

રિવરફ્રન્ટ ખાતે નવું આકર્ષણ: ‘ઝીપ લાઈન’ની મજા માણી શકશે અમદાવાદીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 110 કિલો વજન હોય તો પણ ‘ઝીપ લાઈન’ને માણી શકાશે
-નવું આકર્ષણ: સેફ્ટી ટેસ્ટિંગ ડિઝાઈનમાં ફેરફાર કરાયો
-ચારથી પાંચ ટ્રાયલ બાદ સેફ્ટી સર્ટિફિકેટ

અમદાવાદ : અમદાવાદીઓ સરદાર બ્રિજના છેડે એનઆઈડીની પાછળના ભાગે રિવરફ્રન્ટ ખાતે ‘ઝીપ લાઈન’ રાઈડની નજીકના દિવસોમાં મજા માણી શકશે. નાગરિકો માટે અત્યંત આકર્ષણ રૂપ તૈયાર થઈ ગયેલી રાઈડને શરૂ કરવા માટે ભાજપના કોઈ ‘નેતા’ ની રાહ છે.

છેલ્લા તબક્કે રાઈડ શરૂ કરતા પહેલા થયેલા સેફટી ટેસ્ટિંગમાં ડિઝાઈનમાં ફેરફાર કરાયો છે અને ઉતરતી સાઈડનો ઢાળ 60 સેમી. જેટલો નીચો કરી વાયરને તદ્દન ટાઈટ કરવામાં આવ્યો છે. આ રાઈડમાં 110 થી 120 કિલો વજનવાળી વ્યકિત પણ વાયર પર લટકીને નદીના એક કિનારેથી સામેના છેડે જઈ શકશે. મંગળવારે અમદાવાદ ફાયર બ્રિગેડે ઝીપ લાઈન રાઈડને સેફટીનું પ્રમાણપત્ર આપ્યું છે.

-55-55 કિલોની બે વ્યક્તિથી ટેસ્ટિંગ
ચારથી પાંચ વખત રાઈડનો ટ્રાયલ લઈ સેફટી સર્ટિફિકેટ અપાયુ છે. ટેસ્ટિંગ માટે 55-55 કિલો વજનવાળી બે વ્યકિતને રાઈડ કરાવાઈ હતી. ઉપરાંત 140 કિલો રેતી ભરેલી થેલી પણ લટકાવીને ઝીપ લાઈનનો વાયર આટલું વજન ખમી શકે છે કે કેમ તેની ચકાસણી કરાઈ હતી. -એમ.એફ. દસ્તૂર, ફાયર ઓફિસર
આગળ વાંચો ટૂંક સમયમાં ઝીપ લાઈન શરૂ થઈ જશે