• Gujarati News
  • Young Man Leave The Multinational Bank Job And Take A Initiation

અમદાવાદ : મલ્ટિનેશનલ બેંકની નોકરી છોડી, યુવકે અપનાવ્યું સંયમી જીવન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી રામનગર સાબરમતી જૈન સંઘ ખાતે યોજાયેલ દીક્ષા મહોત્સવ કાર્યક્રમમાં મલ્ટિનેશનલ બેંકમાં અધિકારી તરીકે નોકરી કરતા બેંગલોરના ૨૭ વર્ષના મલયકુમારે દીક્ષા ગ્રહણ કરી સંયમી જીવન તરફ પ્રયાણ કર્યું હતું.

શ્રી રામનગર સાબરમતી જૈન સંઘ ખાતે ગુરુવારે ભવ્ય દીક્ષા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં મૂળ કચ્છના વતની અને હાલ બેંગલોરમાં સ્થાયી થયેલા ભરતભાઈ શાહ અને પ્રતિભાબહેન શાહના ૨૭ વર્ષીય પુત્ર મલયભાઈએ તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. હાલ એક મલ્ટિનેશનલ બેંકમાં અધિકારી તરીકે કામ કરતા તેમજ તબલા વાદનમાં નિષ્ણાત એવા મલયભાઈએ પહેલીવાર ૨૩ વર્ષની ઉંમરમાં પાલીતાણાની યાત્રા કર્યા બાદ અત્યાર સુધીમાં ૯૯ વાર પાલીતાણાની યાત્રા પૂર્ણ કરી હતી.

આગળની તસવીરમાં વાંચો તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી ગ્રહણ કરી દીક્ષા