અમદાવાદ શહેરમાં શનિવારે દિવસભર વાદળછાયા વાતાવરણ રહ્યું છે. શનિવારની મોડી રાતે ૧૦ વાગ્યા પછી સમગ્ર શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં આખી રાત દરમિયાન ધીમી ધારે અડધો ઇંચ વરસેલા વરસાદને ૪ સ્થળોએ ભૂવા પડી ગયા હતા.
શહેરમાં ગઇકાલે શનિવારના રોજ દિવસભર વાદળોની સંતાકૂકડી વચ્ચે ઝરમઝ વરસાદ જોવા મળ્યો હતો. શનિવારે દિવસભરના વરસાદી માહોલ બાદ મોડી રાતે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ગઇકાલે રાતે ૧૦ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વરસાદને કારણે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અંધજન ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ તરફ જતાં બીઆરટીએસ કોરિડોરમાં ભૂવો પડી ગયો હતો જેના કારણે બીઆરટીએસની બસોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું બીજી તરફ વાસણામાં પુન: અંજલિ ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ એવન્યુ સામે ભૂવો પડયો હતો. ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર ગેટ-વે હોટેલની સામે અને દાણીલીમડામાં દાણીલીમડા બ્રિજથી ખોડિયાર ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપર ભૂવા પડયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.