દુનિયાના દેશોમાં દોડતી બુલેટ ટ્રેનોની તસવીરી ઝલક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ-મુંબઈ વચ્ચે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડનારી બુલેટ ટ્રેનનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, જેથી હવે અમદાવાદથી મુંબઈ માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે. પરંતુ દુનિયાના અન્ય દેશોમાં દોડતી બુલેટ ટ્રેનની સ્પીડ આપણા દેશમાં શરૂ થનારી ટ્રેન કરતા પણ ઘણી વધારે છે. આ દેશોમાં જાપાન, ફ્રાંસ, અમેરિકા, અને ચીનનો સમાવેશ થાય છે.

ક્યા દેશમાં ક્યારે શરૂ થઈ હાઈસ્પીડ ટ્રેન

જાપાન: ૧૯૬૪માં શરૂઆત, આ સમયે દુનિયામાં સૌથી લાંબા બે હજાર કિલોમીટરનું નેટવર્ક. કુલ સાત કોરિડોર

ફ્રાન્સ:યુરોપીય દેશોમાં સૌથી પહેલાં ૧૯૮૧થી. કુલ ૧૮૪૦ કિલોમીટરનું નેટવર્ક. સરેરાશ ગતિ ૩૦૦-૩૨૦ કિલોમીટર

સ્પેન:૧૯૯૨માં ૪૭૧ લાંબા કોરિડોરથી શરૂઆત. ૨૦૫૬ કિલોમીટરનું નેટવર્ક નિર્માણાધીન

જર્મની:૨૦૦૨માં શરૂઆત. ૧૩૩૦ કિલોમીટર લાંબું નેટવર્ક, સરેરાશ ઝડપ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાક

તાઇવાન:જાપાનની બુલેટ ટ્રેનની જેમ ૨૦૦૭માં ૪૧૨ કિલોમીટરની પહેલી લાઇન. ઝડપ ૩૪૫ કિલોમીટર પ્રતિ કલાક

ચીન :ઓલિમ્પિક ખેલના સમયે ઓગસ્ટ ૨૦૦૮માં પહેલી લાઇન. ૧૩૩૭ કિલોમીટરની દુનિયાની સૌથી લાંબી હાઇસ્પીડ ટ્રેન નેટવર્ક બેઇજિંગથી શાંઘાઇ વચ્ચે જૂન ૨૦૧૧માં શરૂ થઇ.

આવો નિહાળીએ આ બુલેટ ટ્રેનોની તસવીરી ઝલક