'વર્લ્ડ નો ટોબેકો ડે’ની પૂર્વ સંધ્યાએ તમાકુને ના, સમૃદ્ધિને કહો હા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તમાકુ છોડી સ્વસ્થ જીવન જીવવા પ્રેરણા અપાય છે
- તમાકુ છોડાવવામાં પરિવારનો મોટો ફાળો


દર વર્ષે ૩૧મી મેનાં રોજ 'વર્લ્ડ નો ટોબેકો ડે’ની ઉજવણી કરવામાં આવતી હોય છે, આ ઉજવણીથી તમાકુનું સેવન કરતી વ્યક્તિઓને તમાકુ છોડીને સ્વસ્થ જીવન જીવવા માટેનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

શહેરમાં 'વર્લ્ડ નો ટોબેકો ડે’ની ઉજવણીના ભાગરૂપે ઘણા કાર્યક્રમોનાં આયોજનો પણ કરવામાં આવ્યાં છે. ત્યારે સિટી ભાસ્કર દ્વારા એવી વ્યક્તિઓની સાથે વાતચીત કરવામાં આવી હતી, જેઓએ પોતે તમાકુનું સેવન બંધ કરીને સ્વસ્થ જીવન તો અપનાવ્યું હોય તે સાથે જ તમાકુમાં ખર્ચાતા રૂપિયાની બચત કરીને તેનો સદ્ઉપયોગ કર્યો હોય.
નોંધનીય છે કે, દર વર્ષે લાખો લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે, આમાંના ઘણા ખરા લોકો તમાકુ ચાવવાની ખોટી આદતને કારણે પણ મૃત્યુ પામતા હોય છે. તમાકુ ખાવાથી મોઢાનું તથા ગળાનું કેન્સર થઇ શકે છે. જ્યારે સિગારેટ પીવાથી ફેફસાંનું કેન્સર પણ થઇ શકે છે.

સિગારેટ ન પીતા હોય તેવા પિતાની ગિફ્ટ આપી

હું કોલેજ પછી રોજની ૮-૧૦ સિગારેટનું સેવન કરતો હતો. ૨૦૦૩માં મારી દીકરી નંદિનીનો જન્મ થયો. જ્યારે નર્સ મારી દીકરીને મારી મમ્મીને આપી ત્યારે મારી મમ્મીએ કહ્યું કે, ના તેના પિતાને પહેલા આપો. મેં નંદિનીને ખોળામાં લીધી ત્યારે થયું કે તેને પહેલી ગિફ્ટ શું આપું? વિચારવાનું વધુ અઘરું ન હતું. મેં તેને 'સિગારેટ ન પીતાં હોય તેવાં પિતા’ની ગિફ્ટ મેં તેને આપી. ત્યારથી આજ સુધી મેં સિગારેટને હાથ નથી લગાડયો. મેં ક્યારેય હું સિગારેટ પાછળ કેટલા રૂપિયા ખર્ચતો તે વિચાર્યું નથી. - જય થરૂર, એડ મેન, લેખક