આતંકવાદીઓ અ'વાદ આવી રહ્યા છે તેની પાંડેને માહિ‌તી કોણે આપી: CBI

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઇશરત કેસ: ભોગ બનનાર પહેલેથી જ કસ્ટડીમાં હતા પછી પાંડેને જાણ કેવી રીતે મળે?

એસ.આઈ.બી. ( ગુજરાત) દ્વારા, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આતંકીઓ આવી રહ્યા છે તેવા ઈનપુટ શંકાના ઘેરામાં છે. આવા સંજોગોમાં સત્તાવાર રીતે સૌથી પ્રથમ ઈનપુટની જાણકારી મેળવનાર અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર અને હાલમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં સિકયોરિટી ઈનચાર્જ તરીકે ફરજ બજાવનાર કે.આર. કૌશિક અને એન્કાઉન્ટરના ૬ કલાક પહેલા આતંકીઓ અમદાવાદ આવી રહ્યા છે તેવી બાતમી મેળવનાર ભાગેડુ એડિ.ડી.જી.પી. પી પી પાંડે સીબીઆઈ માટે મહત્ત્વના બની રહ્યા છે. પી પી પાંડે સામે ધરપકડ વોરંટ જારી કરાયા છે જયારે કે.આર. કૌશિકને સીબીઆઈ ટૂંક સમયમાં જ પૂછપરછ માટે સમન્સ પાઠવશે.

સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેઇલ રેકર્ડ પરથી હવે તે શંકા બહાર પ્રસ્થાપતિ થઈ ગયું છે કે અમજદઅલી રાણા અને ઝીશાન જોહરને એસ.આઈ.બી.ના અધિકારીઓએ એન્કાઉન્ટરના ૧૨ દિવસ પહેલા પકડી લીધા હતા અને પ્રથમ તેમને ગાંધીનગર ખાતે એસ આઈ બીના સેફ હાઉસમાં રખાયા હતા. ત્યારબાદ ૧૧મી જૂન ૨૦૧૩ના રોજ જાવેદ અને ઈશરતને વાસદ ચેકપોસ્ટ પાસેથી ઊઠાવી લીધા હતા. જોકે ભોગ બનનારા પહેલાથી જ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં હોવાનું પુરવાર થઈ ગયું છે ત્યારે પી પી પાંડેને બાતમી કેવી રીતે મળે કે આતંકીઓ અમદાવાદ તરફ આવી રહ્યા છે.

આગળ વાંચો, ઝીશાન-અમજદઅલીના પુરાવા નથી